News of Saturday, 8th February 2025
ખુન કેસના આરોપીઓને આજીવન કેદની સજા ફરમાવતી ખંભાળીયાની પ્રિન્સી. સેસન્સ અદાલત
સલાયાના અજીજભાઈ અબ્દુલભાઈ ભગાડના કુટુંબીજનો વચ્ચે તકરાર થયેલી જેમાં અબ્દુલ બચુ ભગાડને XUV મોટરની ઠોકર મારીને આરોપીઓએ મોત નિપજાવેલ અને તે બનાવ સબંધે સામ-સામી ફરીયાદો સલાયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૮ ખુન કેસના આરોપીઓને આજીવન કેદની સજા ખંભાળીયાની નામદાર પ્રિન્સી. સેસન્સ અદાલતે ફટકારી છે
આ ચકચારી કેસની ટુંકી હકીકત એવી છે કે, ગત તા.૧૩/૧૨/૨૦૧૬ ના રોજ ખભાળીયા તાલુકાના સલાયા ગામે સરકારી દવાખાના પાસે આ કામના આરોપીઓ (૧) નજીર આદમ જારાયા (૨) હારૂન આદમ જશરાયા (૩) જુબેર આદિમ જશરાયા (૪) નુરમામદ હુશેન જશરાયા (૫) ઉંમર હાજીસુમાર જશરાયા રહે પાંચેય બંદર રોડ, સલાયા (૬) ખતીજાબેન વા/ઓફ અખતરભાઈ કાસમભાઈ સંધાર રહે, તળાવની પાળ, સલાયા (૭) સુગરાબેન વા/ઓફ હુશેન ઉમરભાઈ સંઘાર રહે. ખારી વિસ્તાર, સલાયા (૮) સીદીક આદમ જશરાયા (૯) શબીર આદમ જશરાયા રહે બંને બંદર રોડ, સલાયા તથા સલાયાના અજીજભાઈ અબ્દુલભાઈ ભગાડના કુટુંબીજનો વચ્ચે તકરાર થયેલી જેમાં મરણજનાર અબ્દુલ બચુ ભગાડને હ્શ્સ્ મોટરની ઠોકર મારીને આરોપીઓએ તેનું મોત નિપજાવેલ અને તે બનાવ સબંધે મારા-મારીની હકીકતની સામ-સામી ફરીયાદો સલાયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ.
બાદ આ કામના ઉપરોક્ત આરોપીઓ સામે તપાસ કરનાર અધિકારી દ્વારા આઈ.પી.સી. કલમ - ૩૦૨ વિ. તળે નામદાર કોર્ટમાં ચાર્જશીટ રજુ કરવામાં આવેલ બાદ આ કામના આરોપીઓ સામેનો કેસ ચાલી જતા તમામ આરોપીઓને દેવભુમી દ્વારકાના નામદાર પ્રિન્સી સેસન્સ જજશ્રી એસ.વી.વ્યાસ સાહેબે તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજાનો હુકમ ફરમાવેલ છે. આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ કમલેશકુમાર સી. દવે રોકાયેલ હતા.(૩૮.૨)
(10:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
