News of Saturday, 8th February 2025
સાળંગપુર શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરના શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામીએ પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવી : ભક્તો સાથે કર્યું સ્નાન
મહાકુંભએ 144 વર્ષનો એક અદ્ભુત અવસર ,કરોડો લોકો એક સાથે સ્નાન કરીને પોતાના પાપોને ધોઈ નાખે છે અને પુણ્ય પ્રાપ્ત કરે છે : હરિપ્રકાશ સ્વામી

રાજકોટ તા.૮
પ્રયાગરાજ ખાતે મહાકુંભ મેળો ચાલી રહ્યો છે. દેશના સંતો સહિત લોકો અને વિદેશીઓ આસ્થાની ડૂબકી લગાવીને પુણ્યનું ભાથું બાંધી રહ્યા છે. ત્યારે સાળંગપુરના શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામી અને ભાવનગરના કે.પી. સ્વામીએ પણ મહાકુંભ મેળામાં સંગમ કિનારે આસ્થાની ડૂબકી લગાવી હતી. આ દરમિયાન તેમણે વિશેષ મંત્રોચ્ચાર સાથે જળ પણ અર્પણ કર્યું હતું.
હરિપ્રકાશદાસજી સ્વામીએ પ્રયાગરાજ મહાકુંભમાં સંગમ ખાતે સંગમ સ્નાન કર્યું હતું. તેમની સાથે ઘણા ભક્તો અને સાધુ-સંતો પણ જોડાયા હતા. હરિપ્રકાશદાસજી સ્વામીએ સંગમના પવિત્ર જળમાં સ્નાન કરીને ધન્યતા અનુભવી હતી. તેમણે ઉપસ્થિત ભક્તોને ધર્મ અને આધ્યાત્મિકતાનું મહત્વ સમજાવ્યું હતું.
આ પ્રસંગે સ્વામીજીએ જણાવ્યું હતું કે, મહાકુંભએ 144 વર્ષનો એક અદ્ભુત અવસર છે. જેમાં કરોડો લોકો એક સાથે સ્નાન કરીને પોતાના પાપોને ધોઈ નાખે છે અને પુણ્ય પ્રાપ્ત કરે છે. આપણે સૌએ આ પવિત્ર અવસરનો લાભ લેવો જોઈએ.
(2:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
