તા. ૨૧ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૯ શુક્રવાર
News of Sunday, 9th February 2025
રોઘેલ ગામ અને પ્રાથમિક શાળાનું ગૌરવ વધારતા સાહિલ વિરાણીઃ રાજયપાલના હસ્તે ગોલ્ડ મેડલ એનાયત

(મનસુખભાઇ બાલધા દ્વારા) જામકંડોરણા તાલુકાના રોધેલ ગામના ખેડૂત વિપુલ વિરાણીના પુત્ર સાહિલ વિરાણીએ પ્રાથમિક શિક્ષણ ગામની પ્રાથમિક શાળામાં પ્રાપ્ત કરેલ હતું. તેઓને નવસારી કૃષિ યુનિવસીટીમાંથી બી.એસ.સી. (હોન્સ) એગ્રી. ડીગ્રી પ્રાપ્ત કરેલ છે જેમાં કૃષિ આંકડાશાસ્ત્રી વિષયમાં સફળતા પ્રદાન કરવા બદલ સાહિલ વિરાણીને ગુજરાત રાજયના રાજયપાલ શ્રી આચાર્ય દેવ્રત સાહેબ તેમજ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. ઝેડપી. પટેલના હસ્તે કૃષિ યુનિવસિટીના ર૦માં દીક્ષાંત સમારોહમાં ગોલ્ડ મેડલ એનાયત કરી સન્માનિત કરવામાં આવેલ તેમની આ સિધ્ધિ બદલ રોઘેલ પ્રા. શાળાના શિક્ષણ ગણ, મિત્રો, સ્નેહીઓ દ્વારા ચોમેરથી અભિનંદન વર્ષા થઇ રહી છે.
(2:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
