<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th February 2025

જામકંડોરણાના રોઘેલના સાહિલ વિરાણીને રાજયપાલના હસ્‍તે ગોલ્‍ડ મેડલ

(મનસુખભાઇ બાલધા દ્વારા) જામકંડોરણા તા. ૧૦: તાલુકાનારોઘેલ ગામના ખેડૂત વિપુલભાઇ વિરાણીના પુત્ર સાહિલ વિરાણીએ પ્રાથમિક શિક્ષણ ગામની પ્રાથમિક શાળામાં પ્રાપ્‍ત કરેલ હતું તેઓએ નવસારી કૃષિ યુનિવર્સિટીમાંથી બી.એસ.સી. (હોન્‍સ) એગ્રી. ડીગ્રી પ્રાપ્‍ત કરેલ છે જેમાં કૃષિ આંકડાશાસ્‍ત્ર વિષયમાં સફળતા પ્રદાન કરવા બદલ સાહિલ વિરાણીને ગુજરાત રાજયના રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રત તેમજ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. ઝેડ.પી. પટેલ સાહેબના હસ્‍તે કૃષિ યુનિવર્સિટીના ૨૦ માં દિક્ષાંત સમારોહમાં ગોલ્‍ડ મેડલ એનાયત કરી સન્‍માનિત  કરવામાં આવેલ તેમની આ સિધ્‍ધિ બદલ રોઘેલ પ્રા.શાળાના શિક્ષક ગણ, મિત્રો, સ્‍નેહીઓ દ્વારા ચોમેરથી અભિનંદન વર્ષા થઇ રહી છે.

(10:06 AM IST)