<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th February 2025

પરિવાર કુંભમેળામાં ગયો અને પાછળ ઘરમાં ૩ લાખની ચોરી

 

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા. ૧૦: મૂળ કચ્‍છના આદિપુરમાં વોર્ડ ૪ બીમાં રહેતા અને હાલ શિકાગો અમેરિકામાં રહેતા એનઆરઆઈ આશીષ ઠાકુરના માતા પિતા ૨૪/૧ ના કુંભમેળામાં ગયા હતા. જ્‍યારે ફરિયાદી યુવાન ૨૫/૧ ના પોતાની પત્‍ની, દીકરી સાથે મુંબઈ સાસરિયે ગયો હતો. બાદમાં ૩૧/૧ ના માતા પિતા પ્રયાગરાજથી અને પોતે પરિવાર સાથે મુંબઈથી અમદાવાદ આવી ભેગા થયા હતા. તેઓ સાથે આદિપુર ઘરે આવ્‍યા તો મકાનનો પાછળનો દરવાજો તોડી અને પ્રવેશેલા અજાણ્‍યા તસ્‍કરોએ સોનાના દાગીના સાથે ૮૦૦ ડોલર (ભારતીય રૂ. ૫૦,૦૦૦) એમ ૨.૮૮ લાખ જેટલી ચોરી કરી હોવાનું પોલીસ ફરિયાદમાં લખાવ્‍યું છે.

(2:40 PM IST)