News of Monday, 10th February 2025
ઠંડીમાં સવારે સામાન્ય વધારોઃ ગિરનાર ૭.૪, નલીયા ૯.૮ ડીગ્રી
લઘુતમ તાપમાનમાં વધઘટઃ જો કે બપોરના સમયે અસહ્ય ઉકળાટ સાથે ઉનાળા જેવુ વાતાવરણ

રાજકોટ તા. ૧૦ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે ઠંડીમાં સામાન્ય વધારો થયો છે. જેમાં ગિરનાર પર્વત ઉપર ૭.૪, નલીયા ૯.૮, રાજકોટ, ૧૪.૭, જામનગરમાં ૧૪.પ ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.
લઘુતમ તાપમાનમાં વધઘટ થઇ રહી છે. જો કે બપોરના સમયે અસહ્ય ઉકળાટ સાથે ઉનાળા જેવું વાતાવરણ છવાઇ જાય છે.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : બાજરા સંશોધન કેન્દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૧૪.પ, મહત્તમ તાપમાન ૩૦.પ ભેજનું પ્રમાણ ૭ર ટકા પવનની ગતિ ૩.૬ કિ. મી. રહી હતી.
જુનાગઢ
(વિનુ જોશી દ્વારા) જુનાગઢ : આજે સવારે જુનાગઢ સહિત સોરઠમાં ઠંડીમાં વધારો નોંધાયો હતો જે સાથે ગિરનાર પર્વત પર ૭.૪ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ગત સપ્તાહમાં ઠંડીથી લોકોને એકંદરે રાહત મળી હતી. પરંતુ આજે સવારે તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. જૂનાગઢના ગિરનાર પર્વત ખાતે ૭.૪ ડિગ્રી તાપમાન નોંધાતા ઠંડીનું મોજુ ફરી વળ્યું હતું. જ્યારે જૂનાગઢમાં સવારે વાતાવરણમાં ૮૭ ટકા જ રહેતા ધુમ્મસ છવાઈ ગયું હતું અને સાથે સાથે લઘુતમ તાપમાન ૧૨.૪ ડિગ્રી નોંધાતા ગુલાબી ઠંડી અનુભવાય હતી. સવારે પવનની પ્રતિ કલાકની ઝડપ ૨.૫ કિલોમીટરની રહી હતી.
કયાં કેટલી ઠંડી
શહેર લઘુતમ તાપમાન
ગિરનાર પર્વત ૭.૪ ડીગ્રી
અમદાવાદ ૧૩.૮ ડીગ્રી
બરોડા ૧પ.૪ ડીગ્રી
ભાવનગર ૧૭.૦ ડીગ્રી
ભુજ ૧૬.૮ ડીગ્રી
ડીસા ૧૩.પ ડીગ્રી
દીવ ૧૩.૮ ડીગ્રી
દ્વારકા ૧૭.૬ ડીગ્રી
ગાંધીનગર ૧ર.૪ ડીગ્રી
જામનગર ૧૪.પ ડીગ્રી
કંડલા ૧પ.૬ ડીગ્રી
નલિયા ૯.૮ ડીગ્રી
ઓખા ૧૯.ર ડીગ્રી
પોરબંદર ૧ર.૬ ડીગ્રી
રાજકોટ ૧૪.૭ ડીગ્રી
સુરત ૧૮.૮ ડીગ્રી
વેરાવળ ૧૯.૧ ડીગ્રી
(3:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
