<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th February 2025

ખંભાળિયાના માર્કેટ યાર્ડમાં નવા જીરાની આવક : વેપારીઓએ ઢોલ નગારા સાથે ખેડૂતનું સ્વાગત કર્યું

હરાજીમાં જીરાના 6 હજાર રૂપિયા પ્રતિમણથી વધુ ભાવ બોલાયા: ખેડૂતોમાં ખુશીનો માહોલ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના  ખંભાળિયાના માર્કેટ યાર્ડમાં નવા જીરાની આવક થઇ છે. નવા જીરાની આવક શરૂ થતાં વેપારીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વેપારીઓએ ઢોલ નગારા સાથે ખેડૂતનું  સ્વાગત કર્યું હતું તેમજ  ખેડૂતનું સન્માન કરીને વેપારીઓએ જીરું ખરીદ્યું હતું  હરાજીમાં જીરાના 6 હજાર રૂપિયા પ્રતિમણથી વધુ ભાવ બોલાયા હતા . જીરાનો સારો ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

(9:24 PM IST)