<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th February 2025

જામનગર સ્‍ટેન્‍ડીંગ કમિટી દ્વારા બજેટ મંજુરઃ વ્‍યાજ માફી યોજનાની મુદતમાં વધારો કરવા સૂચન

 

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૧: સ્‍ટેન્‍ડીંગ કમિટીની મીટીંગ નિલેશ બી. કગથરાના અધ્‍યક્ષ સ્‍થાને મળેલ હતી. તેમાં કુલ ૧૦ સભ્‍યો હાજર રહેલ હતા. આ ઉપરાંત ડે. મેયર ક્રિષ્‍નાબેન સોઢા, ડે. કમિશ્‍નર દેવેન્‍દ્રસિંહ ઝાલા, સીટી એન્‍જીનીયર ભાવેશભાઈ જાની, ઇચા. આસી. કમિશનરશ્રી (ટે.) જીજ્ઞેશ નિર્મલ હાજર રહેલ હતા. જેથી સ્‍ટેન્‍ડીંગ કમિટી દ્વારા મંજુર કરેલ સને ૨૦૨૪-૨૫ની રીવાઈઝડ અને સને ૨૦૨૫-૨૬નું બજેટ રજુ કરાયું હતું.

કમિશ્‍નર જામનગર મહાનગરપાલિકા દ્વારા સને ૨૦૨૪-૨૫નું રીવાઇઝડ અને સને ૨૦૨૫-૨૬નું ડ્રાફટ બજેટ તા. ૩૦-૦૧-૨૦૨૫ ના રોજ સ્‍ટે. કમિટી સમક્ષ રજુ કરવામાં આવેલ. જે અન્‍વયે  સ્‍ટે. કમિટીએ પુખ્‍ત વિચારણા કરી નીચેની વિગતે મંજુર કરી અને જનરલ બોર્ડમાં ભલામણ સાથે મોકલી આપવામાં આવેલ છે.

મીનીમમ ચેક રીટર્ન ચાર્જ રૂા. ૫૦૦ની જગ્‍યાએ રૂા. ૨૫૦/- રૂા. ૫૦,૦૦૦ની કિંમતના ભરણા માટે અને રૂા. ૫૦,૦૦૦થી વધુની રકમ માટે ચેકની રકમના ૧% અથવા રૂા. ૫૦૦ બન્નેમાંથી જે વધુ હોય તે મુજબ વસુલવા સૂચન થયેલ છે. બીજી વખત ચેક રીટર્ન થયેથી ઉપર મુજબની રકમના ડબલ ચાર્જ વસુલવા સૂચન થયેલ છે. તેની સામે મીનીમમ રૂા. ૨૫૦ની જગ્‍યાએ રૂા. ૫૦૦ યથાવત રાખવા અને અન્‍ય બાબતો દરખાસ્‍ત મુજબ મંજુર કરવામાં આવે છે.

વર્ષ ૨૦૦૬ પહેલાની (તા. ૩૧-૦૩-૨૦૦૬ સુધીની રેન્‍ટ બેઈઝ પદ્ધતિ મુજબની) મિલ્‍કત વેરા તથા વોટર ચાર્જની બાકી રકમ ઉપર ૧૦૦% વ્‍યાજ માફી આપવા જાહેર થયેલ વ્‍યાજ માફી યોજનાની મુદતમાં વધારો કરવા સૂચવેલ છે.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને મ્‍યુનિ. કોર્પોરેશનના ફાળા પેટે રૂા. ૨૫ કરોડ તથા નવી શાળાના બાંધકામ, ફર્નીચર ફિચર્સ તેમજ પ્રાથમિક શિક્ષણ આનુસંગીક કામો માટે કેપીટલ બજેટમાં રૂા. ૨.૦૫ કરોડ સહિત કુલ રૂા. ૨૭.૦૫ કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે.

જામનગર મહાનગરપાલિકા સંચાલિત વી.એમ. મહેતા મ્‍યુનિ. આર્ટસ એન્‍ડ કોમર્સ કોલેજને મહાનગરપાલિકા તરફથી રૂા. ૧૫ લાખ ફાળવવાની જોગવાઈ કરવામાં આવેલ છે.

(1:57 PM IST)