News of Wednesday, 12th February 2025
કચ્છના અંજાર પાસે એસટી બસ ફરી વળતાં પતિની નજર સામે પત્નીનું મોત, બે દીકરીઓનો આબાદ બચાવ
કૂતરું કરડવા આવતા બાઈક સ્લીપ થઈ અને પાછળ આવતી એસટી બસ ફરી વળી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૧ : રખડતા ઢોર અને કૂતરા રસ્તા ઉપર વાહન ચાલકો માટે જોખમ સર્જી રહ્યા છે. ભુજ ફરીને બે દીકરીઓ અને પત્ની સાથે બાઈક ઉપર પરત ઘેર અંજાર ફરી રહેલ અનવર દિલજાન મિયાની બાઈક જ્યારે અંજાર નજીક પહોંચી ત્યારે એકાએક કૂતરું કરડવા આવતા તેમણે બ્રેક મારી હતી. એકાએક બ્રેક મારતા બાઈક સ્લીપ થઈ હતી. પરિણામે પોતે તેમ જ પત્ની અને બંને દીકરીઓ રોડ ઉપર પડી ગયા હતા. દુર્ભાગ્યવશ એકાએક પાછળ આવતી એસટી બસ તેમના પત્ની સલમાબેન ઉપર ફરી વળતા તેમનું મોત નીપજ્યું હતું. જ્યારે બે દીકરીઓ આશિયા અને સના તેમ જ પોતે આબાદ બચી ગયા હતા.
(9:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
