<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th February 2025

મહેસાણાથી દ્વારકા પૂનમ ભરવા જઈ રહેલા યાત્રાળુઓની બસ ગાઢ ધુમ્‍મસને કારણે આમરણ નજીક પલ્‍ટી ગઈ : ૧૬ મુસાફરો ઇજાગ્રસ્‍ત : જુઓ વિડિઓ

ખાનગી બસમાં મુસાફરી કરી કુલ ૩૫ મુસાફરો દ્વારકા પૂનમ ભરવા જતા હતા : ઇજાગ્રસ્‍તોને મોરબી તેમજ રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા

(જયેશ ભટ્ટાસણા, પ્રવિણ વ્‍યાસ,  દ્વારા)ટંકારા -મોરબી, તા.૧રઃ મહેસાણાથી દ્વારકા પૂનમ ભરવા જઈ રહેલા યાત્રાળુઓની ખાનગી બસને મોરબીના આમરણ નજીક અકસ્‍માત નડતા બસ પલ્‍ટી મારી ગઈ હતી. ગાઢ ધુમ્‍મસને કારણે આ અકસ્‍માત સર્જાતા આ અકસ્‍માતમાં ૧૬ મુસાફરો ઇજાગ્રસ્‍ત થતા મોરબી તેમજ રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતાં.

બનવા અંગે જાણવા મળતી વિગતો મુજબ મહેસાણાથી ૩૫ મુસાફરો ભરીને નીકળેલી જીજે - ૦૫ - બીએસ - ૫૫૮૧ નંબરની ખાનગી બસને મોરબીના આમરણ નજીક ગત મોડીરાત્રે દોઢથી ૨ વાગ્‍યાના અરસામાં અકસ્‍માત નડતા બસ પલ્‍ટી મારી ગઈ હતી. ગાઢ ધુમ્‍મસને કારણે બસ ચાલકે સ્‍ટિયરિંગ ઉપરનો કાબુ ગુમાવતા આ અકસ્‍માત સર્જાયો હતો. વધુમાં ખાનગી બસમાં મુસાફરી કરી કુલ ૩૫ મુસાફરો દ્વારકા પૂનમ ભરવા જતા હોવાનું સામે આવ્‍યું છે. આ અકસ્‍માતમાં ૩૫ પૈકી ૧૬ મુસાફરોને ઇજાઓ પહોંચતા રાજકોટ તેમજ મોરબી સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતા.

ઇજાગ્રસ્‍ત મુસાફરો(૧)ભીખીબેન બાબુભાઇ દેસાઇ ઉ.વ.૫૫ રહે.મહેસાણા (૨) ઉર્વશીબેન નાનજીભાઇ દેસાઇ ઉ.વ.૨૧ રહે. મહેસાણા (૩)તનીબેન નાગજીભાઇ દેસાઇ ઉ.વ.૩૭

(૪)અમીષાબેન જેરામભાઇ દેસાઈ ઉ.વ.૨૩ અમદાવાદ (૫)જીવતબેન વાઘુભાઇ ઉ.વ.૫૦ રહે. મહેસાણા (૬)પરેશભાઈ નારાયણભાઇ દેસાઇ ઉ.વ.૩૬ રહે.મહેસાણા

(૭) પ્રેમીલા મુકેશભાઇ પટેલ ઉ.વ.૪૮ રહે. મહેસાણા

(૯) મંગાબેન રમેશભાઇ રબારી ઉ.વ.૫૦ રહે.મહેસાણા (૯)મમતાબેન જયેશભાઇ પટેલ ઉ.વ.૫૨ રહે-પાટણ (૧૦) પ્રતિક્ષા હિતેશભાઇ પટેલ ઉ.વ.૪૪ રહે-પાટણ (૧૧)સુનીતાબેન પ્રકાશભાઇ પટેલ ઉ.વ.૫૪ રહે-પાટણ

(૧૨)ગીતાબેન વિષ્‍ણુભાઇ રબારી ઉ.વ.૪૮ રહે-ખેરવા (૧૩)શંભુભાઇ ઇશ્વરભાઇ રબારી ઉ.વ.પર રહે-પાટણ (૧૪)કિષ્‍ના મફતલાલ રબારી ઉ.વ.૫૦ રહે-ખેરવા (૧૫)ચંપાબેન કાનજીભાઈ રબારી ઉ.વ.૪૦ રહે-ખેરવા (૧૬)પુંજાબેન શંભુભાઇ રબારી ઉ.વ.૫૦ રહે-પાટણ નો સમાવેશ થાય છે બનાવ ની જાણ પોલીસને કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(2:26 PM IST)