News of Wednesday, 12th February 2025
મીઠાપુર નજીક ભીમરાણા પુલ પર ગોઝારો અકસ્માતઃ એકનું મોત

(દિવ્યેશ જટણીયા દ્વારા) મીઠાપુર તા. ૧ર :.. ઓખામંડળ તાલુકા નાં મીઠાપુર નજીક આવેલા ભીમરાણા નાં પુલ ઉપર ગઈ રાત્રે એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત ની જાણવા મળતી માહિતી પ્રમાણે બે ટ્રક સામસામે અથડાયા હોય એક નું મોત તેમજ એક ને સૌ પ્રથમ મીઠાપુર ની ટાટા હોસ્પિટલે ખસેડાયા બાદ જામનગર રિફર કરેલ છે. આ પુલ ઉપર અવારનવાર આવા અકસ્માતો થતા રહે છે અને લોકો પોતાનાં પ્રાણ ગુમાવતા રહે છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આવા અકસ્માતો થી કયારે છુટકારો મળશે.
(2:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
