<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th February 2025

જામનગર જિલ્લામાં સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણીઓમાં ભાજપના ધારાસભ્‍ય રીવાબા જાડેજાનો જનસંપર્ક

ધ્રોલમાં ભાજપના ચૂંટણી કાર્યાલયનાં ઉદઘાટન સહિત કાલાવડ - જામજોધપુરમાં પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાર્યા

 (મુકુંદ બદિયાણી દ્રારા)જામનગર તા ૧૨, જામનગર જિલ્લામાં ધ્રોલ, કાલાવડ તથા જામજોધપુર નગરપાલિકામાં ચૂંટણી યોજાવાની છે, ત્‍યારે પ્રદેશ ભાજપ દ્વારા અહીં પ્રબુદ્ધ નાગરિક સંમેલનો દ્વારા જનસંપર્ક માટેની મહત્‍વની જવાબદારી જામનગર ઉત્તર વિધાનસભા વિસ્‍તારનાં ધારાસભ્‍ય રીવાબા જાડેજાને સોંપવામાં આવી છે.

  દરમિયાન ધારાસભ્‍ય રીવાબા જાડેજા દ્વારા ધ્રોલમાં વોર્ડ નં ૭ માં કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્‍યું હતું, અને  ભાજપનાં વોર્ડ નાં ૭ ના ચારેય ઉમેદવારોને ભવ્‍ય  વિજયની શુભેચ્‍છાઓ પાઠવી હતી.

 એ જ રીતે કાલાવડ તથા જામજોધપુરમાં પણ પ્રબુદ્ધ નાગરિક સંમેલનો યોજવામાં આવ્‍યા હતા, જે સંમેલનો માં પણ ઉપસ્‍થિત પ્રબુદ્ધ નાગરિકો અને કાર્યકર્તાઓને સંબોધીને રીવાબાએ અસરદાર જનસંપર્ક કર્યો હતો.

આ તકે ભાજપનાં  સ્‍થાનિક આગેવાનો પણ જોડાયા હતા. સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણીઓમાં પ્રદેશ ભાજપ તરફથી રીવાબાને અગત્‍યની જવાબદારી સોંપવામાં આવતા તેમનાં દ્વારા સઘન જનસંપર્કને પગલે જામનગર જિલ્લાની ધ્રોલ કાલાવડ અને જામજોધપુર નગરપાલિકાની ચૂંટણીઓમાં કમળ ખીલવાની સંભાવનાઓ પ્રબળ બની છે.

(2:02 PM IST)