News of Friday, 14th February 2025
ગીરગઢડાના ફાટસર ગામે હાર્ડ મોરમ સાથેનો મુદ્દામાલ જપ્ત
૪ ટ્રેકટર અને ૧ જે.સી.બી. પકડવામાં આર્વ્યું

પ્રભાસપાટણ, તા. ૧૪: જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાની સૂચના હેઠળ ગીરગઢડા મામલતદારને મળેલ બાતમીનાં આધારે તંત્ર દ્વારા ફાટસર ગામ તરફ આકસ્મિત તપાસ હાથ ધરતા, નિર્મળ તળાવ વિસ્તાર પાસેથી હાર્ડ મોરમ ભરેલ ટ્રેકટર નંગ-૧(એક), ખાલી ટ્રેક્ટર નંગ-૩ તથા જે.સી.બી. નંગ-૧ સાથેનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
નિર્મલ તળાવ વિસ્તાર પાસે ટ્રેકટર-૪ (જે પૈકી ૧ ભરેલા તથા ૩- ખાલી) તથા જેસીબી-૧ ગેરકાયદેસર રીતે ખનીજ ચોરી કરતા પકડાયા હતા. પકડાયેલ વાહનો પાસે રોયલ્ટી પાસ / પરમીટ ન હોવાથી આ વાહનો ધોરણસર જપ્ત કરવામાં આવ્યા હતા.
આ જગ્યાએ કવોરીલીઝ બાબતે ખરાઈ કરતાં સિંચાઈ વિભાગનાં હસ્તકનાં તળાવમાંથી ફાટસર ગામની કેનાલનાં કામ માટે મોરમ લેવા માટે કોન્ટ્રાકટર અનિરૂધ્ધભાઈ રાઠોડ દ્વારા માટી / હાર્ડ મોરમ ખોદકામ કરવા ભાડેથી જે.સી.બી. ટ્રેક્ટર દ્વારા ટ્રેકટર માલિકને ઓર્ડર મળતા છેલ્લા ૪(ચાર) દિવસથી આ હાર્ડ મોરમની ખોદકામની પ્રવળત્તિઓ ચાલુ હતી.
રાજ્ય સરકારની હાલની સ્થાયી જોગવાઈઓ મુજબ જંગલ વિસ્તારમાં ખનન પ્રવળત્તિઓ ગેરકાયદેસર હોવાથી છે. હાર્ડ મોરમ ખનન કરવા માટે ઓર્ડર આપનાર ઈસમ તથા ખનની પ્રવળતિઓ કરનાર ઈસમો સામે ગુજરાત મીનરલ (પ્રિવેશન ઓફ ઈલીંગલ માઈનીંગ એન્ડ સ્ટોરેજ-ટ્રાન્સપોર્ટેશન) રૂલ્સ-૨૦૧૭ મુજબ ગેરકાયદેસર ખનીજચોરીની અંગે ધોરણસરની કાર્યવાહી ભૂસ્તરશાષાીની કચેરી દ્વારા હાથ ધરવામાં આવી છે.
આ ઉપરાંત, પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી, ગીર સોમનાથ દ્વારા મોટર વ્હિકલ એકટ મુજબ વાહનની તપાસ થઈ નિયમોનૂસારના દંડની વસૂલાતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
(10:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
