<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th February 2025

ગોંડલમાં કારને સાઇડ આપવા પ્રશ્‍ને બાઇક ચાલક પર કાર ચાલકનો પાઇપથી હુમલો

હરેન્‍દ્રસિંહ ઝાલાની તાલુકા પોલીસમાં ફરિયાદ

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૧૪: ગોંડલ તાલુકાનાં ચોરડી ગામે અજાણ્‍યા કાર ચાલકે બાઈક ચાલક યુવાનને માથામાં પાઇપનો ઘા ઝીકી દેતા ઇજાગ્રસ્‍ત હાલતમાં હોસ્‍પિટલ ખસેડાયા હતા. તાલુકા પોલીસમાં ફરિયાદ થતા ગુન્‍હો નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગત મુજબ ચોરડી રહેતા હરેન્‍દ્રસિહ જનકસિંહ ઝાલા ઉ.૩૬ પોતાના પુત્ર જયદિત્‍યસિહ  ઉ.૯ ને લઈ બાઈક પર ગોંડલ ખરીદી કરવા ગયા બાદ પરત ફરતી વેળા ચોરડી શિતળામાતાનાં મંદીર પાસે પંહોચતા પાછળથી આવી રહેલી જીજેઓ ૩-ઇએચ ૦૬૮૪ નંબર ની સ્‍વિફટ કારનાં ચાલકે સાઇડ માટે સતત હોર્ન મારી બાઈક પાસે પહોચી બોલાચાલી કરતા થોડે દુર ચોરડીની ચોકડી પાસે બાઈક ઉભુ રાખતા પાછળ આવેલા કાર ચાલક તથા તેની સાથે રહેલી મહીલા કારમાંથી નીચે ઉતરી જગડો કરી કાર ચાલકે ઉશ્‍કેરાઇ જઇ હરેન્‍દ્રસિહને માથામાં પાઇપનો ઘા કર્યો હતો. બાદમાં કાર ચાલક ચાલ્‍યો ગયો હતો. દરમિયાન માથામાંથી લોહી નિકળતુ હોય હરેન્‍દ્રસિહે તેના કાકા શિવભદ્રસિહને જાણ કરતા તેમણે દોડી આવી સારવાર માટે હોસ્‍પિટલ ખસેડ્‍યા હતા. બનાવ અંગે હરેન્‍દ્રસિહે કારચાલક તથા મહીલા સામે તાલુકા પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.

(12:31 PM IST)