<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th February 2025

ભાવનગર જિલ્લા જેલમાં કેદી ઉપર હુમલો કરનાર ત્રણ કેદીનો પોલીસે કબજો મેળવ્‍યો

 

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧૪ :  ભાવનગર જિલ્લા જેલમાં  પોલીસે મારામારીના ગુનામાં ધરપકડ કરેલ આરોપી ઉપર જેલમાં સજા ભોગવતા ત્રણ કેદીઓએ હુમલો કરી ઇજા કરવાના કેસમાં પોલીસે હુમલો કરનાર ત્રણ કેદીનો કબજો મેળવી તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગત અનુસાર બોરતળાવ પોલીસે મારામારીના ગુનામાં ધરપકડ કરેલ આરોપી જયદીપસિંહ પ્રવિણસિંહ પરમાર ( રહે. મિલિટરી સોસાયટી, ચિત્રા ) જિલ્લા જેલમાં આફ્‌ટર કેદી તરીકે હોય હત્‍યાના ગુનાનો કેદી ચણી તેને બોલાવવા આવ્‍યો હતો અને સંજય આલગોતર અને રાજન આલગોતર (રહે. બંને માણેકવાડી,હાલ જિલ્લા જેલ ) પાસે લઈ ગયો હતો જ્‍યાં આ બંને ભાઈના ભાઈ સાથે અગાઉ ફોનમાં બોલાચાલી થઈ હોય તે બાબતની દાઝ રાખી ત્રણેય શખ્‍સે  ઢિકાપાટુનો માર મારી વાળ પકડી નીચે પછાડી દઈ કપાળના ભાગે તેમજ ચહેરાના ભાગે ઇજા પહોંચાડતા જયદીપસિંહ પરમારને પ્રથમ જિલ્લા જેલના દવાખાનામાં પ્રાથમિક સારવાર આપ્‍યા બાદ સર ટી. હોસ્‍પિટલ ખસેડવામાં આવ્‍યો હતો. આ બનાવ અંગે જયદીપસિંહ પ્રવિણસિંહ પરમારે જિલ્લા જેલના કેદીઓ સંજય આલગોતર, રાજન આલગોતર અને ચણી વિરૂધ્‍ધ નીલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.નિલમબાગ પોલીસે આ કેસમાં ત્રણેય કેદીઓનો જિલ્લા જેલમાંથી કબજો મેળવી તેમની હુમલાના કેસમાં અટક કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

(12:47 PM IST)