<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th February 2025

જેતપુરના સારણના પુલ પાસે જુગાર રમતા ચાર શખ્‍સો ઝડપાયા

સબ જેલ પાસેથી દારૂની એક બોટલ સાથે રવિ સરવૈયા ઝડપાયો

જેતપુરઃ ચૂંટણી અનુલક્ષી પેટ્રોલિંગમાં નીકળેલ દરમિયાન સારણના પુલ પાસેથી પસાર થતાં જાહેરમાં જુગાર રમતો હોય પોલીસે જુગાર અંગેની રેડ કરે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા કાંતિ પ્રેમજીભાઈ ગોહેલ, હરેશ બાબુભાઈ ગોહેલ, કરમણ ગોવિંદભાઈ ગોહેલ ( રહે બધા સારણના પૂલ પાસે) ભુપત માધાભાઈ મઢવી (દેરડી આવાસ) ચારે શખ્‍સોને રોકડ રૂપિયા ૧૦,૯૪૦/- સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરેલ. અન્‍ય એક બનાવમાં પોલીસ સ્‍ટાફ પેટ્રોલિંગમાં નીકળેલ દરમિયાન પોસ્‍ટ ઓફિસ પાછળ સબજેલ પાસેથી પસાર થતાં એકટીવા મોટરસાયકલ લઈ ઉભેલ હોય શંકાના આધારે તેનો એકટીવા મોટરસાયકલ તપાસ કરતા તેમાંથી ઇંગ્‍લિશ દારૂની બોટલ નંગ એક મળી આવતા પોલીસે તે શખ્‍સ રવિ પ્રકાશભાઈ સરવૈયા (જેતલસર જંકશન) ને ઇંગ્‍લિશ દારૂની બોટલ નંગ એક તથા એકટીવા મોટરસાયકલ નંબર જીજે-૦૩-એનડી-૯૮૫૪  મળી કુલ રૂપિયા ૧૫,૩૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી કાર્યવાહી કરેલ.

(2:25 PM IST)