<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th February 2025

સાવરકુંડલા માર્કેટયાર્ડમાં નવા ઘઉંની આવકઃ હરરાજીમાં મુર્હૂતના પ્રતિમણ રૂા.૯૦૨ના ભાવ બોલાયા

 

સાવરકુંડલાઃ સાવરકુંડલા માર્કેટયાર્ડમાં સિઝનના નવા ઘઉની આવક ગાઘકડા ગામના ખેડુત ભરતભાઇ બાલુભાઇ સાવલીયાએ મે.વળજલાલ પોપટલાલ એન્‍ડ કું. ના કમીશનમાં વેચવા માટે આવેલ. સિઝનના નવા ઘઉંની આવકના શ્રીગણેશ થયેલ હોય, જેનું ચેરમેન દિપકભાઇ માલાણીના હસ્‍તે વિધીસર પુજન કરી શ્રીફળ વઘેરીને ખેડુતો તથા વેપારીઓનું મો મીઠુ કરાવીને હરરાજીની શુભ શરૂઆત કરવામાં આવી. ઘઉ ખરીદનાર વેપારીઓ તેમજ યાર્ડના સ્‍ટાફગણ અને ડીરેકટરોની ઉપસ્‍થિતીમાં ખરીદનાર વેપારીઓમાં મુહુર્તના ઘઉ ખરીદવા માટે બોલીઓ બોલવામાં આવતા વેપારી પેઢી  શાંતિલાલ સોમજીભાઇ અંબાણી દ્વારા રૂા.૯૦૨/- ની ઉંચી બોલી બોલીને ઘઉંની ખરીદ કરેલ. જેથી મુહુર્તના સારા ભાવ બોલાતા ખેડુતોમાં પણ ખુશીનો માહોલ છવાયો હતો.

(2:07 PM IST)