<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th February 2025

મોરબીમાં વધુ એક વ્‍યાજખોર સામે ફરિયાદ, ત્રીસ ટકા વ્‍યાજે રૂપિયા આપી ધમકી આપી

 

મોરબી, તા.૧૪:મોરબીના નાની વાવડી રોડ પર રહેતા હર્ષદભાઈ મનુભાઈ કણજારીયા એ મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેને આરોપી કુણાલ શાહ રહે - કાલિકા પ્‍લોટ વાળા પાસેથી ઉચા વ્‍યાજે રૂ.૧,૦૦,૦૦૦ ત્રીસ ટકા વ્‍યાજે નાણા ધીરી હર્ષદભાઈ એ આરોપી કળણાલને વ્‍યાજ પેટે રૂપિયા ૭૦,૦૦૦ ચૂકવી આપેલ છતાં વધુ રૂપિયા ૧,૭૦,૦૦૦ ની વ્‍યાજની માંગણી કરેલ અને બળજબરી પૂર્વક આરોપી કળણાલે રૂપિયાની પઠાણી ઉધરાણી કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે.

નવા બસ સ્‍ટેશનમાં રેસ્‍ટોરન્‍ટના સંચાલક સામે ગુનો નોંધાયો

મોરબીના નવા બસ સ્‍ટેશનમાં લડુંગોપાલ રેસ્‍ટોરન્‍ટના માલિક મહેશભાઇ નારણભાઇ કોઠારીએ તેના રેસ્‍ટોરન્‍ટમાં બે બાળ ક્ષમિકોને કામે રાખ્‍યા હોવાની માહિતી મળતા જ મોરબીએ ડીવીઝન પોલીસની ટીમે મહેશભાઇ સામે ગુન્‍હો નોંધી વધુ તપાસ હાથધરી છે.

(2:24 PM IST)