News of Friday, 14th February 2025
હળવદનું યુરિયા ખાતર ખેડૂતને પહોંચાડવાના બદલે કચ્છમાંથી પકડાયું

રાજકોટ તા. ૧૪ : હળવદના શકિતનગર નજીક આવેલ શિવ એન્ડ ફર્ટીલાઇઝરનાં સંચાલકે ખાતર ખેડૂતના ખેતર આપવાના બદલે શિવ એન્ડ ફર્ટીલાઇઝરના સંચાલક દ્વારા બારોબાર કંપનીમાં વહેંચી, મારવાના કારોબારનો કચ્છ પોલીસે પર્દાફાશ કર્યો છે.
હળવદથી કચ્છની કંપનીમાં જતી બે પીકઅપ બોલેરો ગાડીમાં ભરેલ ૧૬૦ ખાતરની બેગ ભચાઉ નજીક પોલીસે ઝડપી લીધી હતી. ગાંધીધામ એસોજીએ શકિતનગર નજીક હાઇવે પર શિવ એન્ડ ફર્ટીલાઇઝરના સંચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
(3:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
