News of Friday, 14th February 2025
કચ્છની રાપર નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો રૂપિયા વહેંચતો વીડિયો કોંગ્રેસે વાયરલ કરી ચૂંટણી પંચને કરી ફરિયાદ :જુઓ વિડીયો
-રાપર નગરપાલિકાની ચૂંટણીમાં મતદારોને ખરીદવા ખુલ્લેઆમ પૈસા વેચતા ભાજપના આગેવાનો સામે તથા અમૂલના વાઇસ ચેરમેન વલમજી હુંબલ સામે આચારસંહિતા ભંગ બદલ કડક કાર્યવાહી કરવા જિલ્લા કોંગ્રેસ દ્વારા રજૂઆત કરાઈ

(વિનોદ ગાલા દ્વારા ભુજ) રાપર નગરપાલિકા ચૂંટણી દરમિયાન ભારતીય જનતા પાર્ટી દ્વારા ખુલ્લેઆમ મતદારો ખરીદી અને પૈસા વહેંચી રહેલ જેના વિડીયો સહિતની કોંગ્રેસપક્ષે રજૂઆત કરેલ તે અનુસંધાને આચારસંહિતા ભંગ બદલ કડક કાર્યવાહી થવા તથા અમૂલના વાઇસ ચેરમેન વલમજી હુંબલ દ્વારા વોર્ડ નં.૪ના ઉમેદવારને એજન્સી રદ કરવા ધાકધમકી અને ટોર્ચર કરી અને કોંગ્રેસના સમર્થનમાં ખસી જવા દબાણ કરાતા આ બંને આગેવાનો સામે કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા પ્રદેશ મહામંત્રી વી કે હુંબલ, કાર્યાલય મંત્રી ધીરજ ગરવા દ્વારા રાજ્ય ચૂંટણી પંચ ગાંધીનગર, કલેકટરશ્રી કચ્છ ભુજ તથા આચારસંહિતા જિલ્લા નોડલ અધિકારી અને ડીઆરડીએ ના નિયામકશ્રીને વિગતવાર લેખિત રજૂઆત કરી અને ત્વરિત કડકમાં કડક કાર્યવાહી કરવા વિગતો લેખિતમાં રજૂ કરતા જણાવ્યું હતું કે હાલમાં રાપર નગરપાલિકાની ચૂંટણીનો પ્રચાર પૂરજોસમાં છે તેવા સંજોગોમાં ભાજપના વોર્ડ નંબર એકના ઉમેદવારોની પેનલના સમર્થનમાં સ્થાનિક આગેવાન વાઘજીભાઈ મૂંઝાત દ્વારા વોર્ડ નંબર એકના રતનપરા વિસ્તારમાં પ્રત્યેક મતદીઠ ખુલેઆમ રકમની ચલણી 500 ની નોટો વિતરણ કરી અને આદર્શ આચારસંહિતાનો ભંગ કરેલ છે જેના વિડીયો ફૂટેજ સાથે સામેલ રાખી અને કોંગ્રેસે કડકમાં કડક કાર્યવાહીની માંગ કરી છે ઉપરાંત ભાજપના જિલ્લા કક્ષાના નેતા અને બિનરાજકીય સહકારી સંસ્થાના અમુલના વાઇસ ચેરમેન શ્રી વલમજી રાખ્યા હુંબલ દ્વારા અમૂલ પાર્લર ચલાવતા જાગૃતિબેન વોર્ડ ચાર ના ઉમેદવારના પતિ મુકેશપુરી ગોસ્વામીને કોંગ્રેસમાંથી ખસી જવા નહીંતર અમૂલ પાર્લર છીનવી લેવામાં આવશે એવી ધાકધમકી ટોર્ચર કરી પરિણામે ઉમેદવાર ખસી ગયેલ જે સંબંધે વાલમજી હુંબલ સામે બિનરાજકીય સંસ્થાના હોદ્દેદાર છતાં રાજકીય
પક્ષાપક્ષી કરી સહકારી ક્ષેત્રને કલંકિત કરી સહકારી કાયદાનો ભંગ કરી અને ચૂંટણી વ્યવસ્થાને ખોરવી બંધારણ વિરુદ્ધ કૃત્ય કરેલ છે આ બંને આગેવાનોની સામે આદર્શ આચારસંહિતાની ફરિયાદ કરવા કોંગ્રેસ પક્ષે ઉગ્ર રજૂઆત કરી છે યોગ્ય નહીં કરાય તો આ મામલે નામદાર કોર્ટમાં કોંગ્રેસ પક્ષ જશે અને આવા બંધારણ વિરોધીઓને સબક શીખવશે એવું જિલ્લા પ્રવક્તા ગનીભાઈ કુંભાર દ્વારા જણાવાયું છે
(9:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
