તા. ૫ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ ૪, મંગળવાર
News of Saturday, 15th February 2025
સૌરાષ્ટ્ર-કચ્છમાં માત્ર રાત્રે-સવારે ઠંડકનો અહેસાસઃ ગિરનાર ઉપર ૧૦.૪ ડીગ્રી
ધીમે-ધીમે લઘુતમ તાપમાનનો પારો ઉંચે ચડતા ઉનાળાની અસર વર્તાવા લાગી

રાજકોટ તા. ૧પ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં હવે માત્ર વહેલી સવારે અને રાત્રીના ઠંડકનો અહેસાસ થઇ રહ્યો છે. આજે ગિરનાર પર્વત ઉપર ૧૦.૪ ડીગ્રી નલીયામાં ૧૪.૧, રાજકોટમાં ૧૬.૩ જામનગરમાં ૧૬ ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.
લઘુતમ તાપમાનનો પારો ઉંચો ચડતા ઉનાળાની અસર વર્તાવા લાગી છે.
જુનાગઢ
(વિનુ જોશી દ્વારા) જુનાગઢ :. જુનાગઢ સહિત સોરઠમાં આજે સવારે સૂકું વાતાવરણ રહ્યું હતું જેની સાથે તાપમાનમાં વધારો થતા ગુલાબી ઠંડીમાં ઘટાડો નોંધાયો હતો.
શુક્રવારે ગિરનાર પર્વત પર ૮.૬ ડિગ્રી તાપમાન રહ્યા બાદ આજે સવારે લઘુતમ તાપમાનનો પારો ઉપર ચડીને ૧૫.૪ ડિગ્રીએ સ્થિર થયો હતો.
અત્યારે જુનાગઢ શહેરમાં લઘુતમ તાપમાન ૧૫.૪ ડિગ્રી રહ્યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટીને ૫૩્રુ થઈ જતા સુકી આબોહવા રહી હતી. સવારે પવનની પ્રતિ કલાકની ઝડપ ૩.૩ કિલોમીટરની રહી હતી.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : બાજરા સંશોધન કેન્દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૧૬, મહત્તમ તાપમાન ૩ર.૭, ભેજનું પ્રમાણ ૭૯ ટકા, પવનની ગતિ પ કિ.મી. રહી હતી. (પ-૧૯)
(12:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
