<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th February 2025

મેટોડા નજીક દેવગામ પાસે ‘હિટ એન્‍ડ રન'માં અજાણ્‍યા વાહને હડફેટે લેતા યુવાનનું મોત

છાપરા ગામે રહેતો ઇન્‍દ્રજીત ચૌધરી કરીયાણુ લેવા માટે ચાલીને જતો'તો

રાજકોટ, તા. ૧પઃ કાલાવડ રોડ પર મેટોડા નજીક દેવગામ પાસે ‘હિટ એન્‍ડ રન' ની ઘટનામાં કરિયાણુ લેવા ચાલીને જઇ રહેલા બીહારી યુવાનને અજાણ્‍યા વાહને હડફેટે લેતા તેનું મોત નિપજતા ફરિયાદ થલઇ છે.

મળતી વિગત મુજબ પટનાના દિકરાગામ હાલ લોધીકાના છાપરા ગામ પાસે ડબલ્‍યુ ટેકનોકાસ્‍ટ કંપનીમાં રહેતો અને કામ કરતો ઇન્‍દ્રજીત મદનુભાઇ ચૌધરી ગઇ કાલે કરીયાણુ લેવા માટે ઘરેથી ચાલીને જતો હતો. ત્‍યારે દેવગામ પાસે કોઇ અજાણ્‍યા વાહનના ચાલકે યુવાનને હડફેટે લેતા યુવાન ફંગોળાઇ જતા તેને માથા તથા શરીરે ઇજા થઇ હતી. અકસ્‍માત સર્જી ચાલક વાહન લઇને ભાગી ગયો હતો. બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. બાદ યુવાનને સારવાર માટે લોધીકાની સરકારી હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. ત્‍યાં તેનું સારવાર દરમ્‍યાન મોત નિપજયુ હતું. જાણ થતા યુવાનના પરિવારજનો દોડી આવ્‍યા હતા. બનાવની જાણ થતા મેટોડા જી.આઇ.ડી.સી. પોલીસ સ્‍ટેશનના એ.એસ.આઇ. એસ.જી. કેશવાલા સહિતે હોસ્‍પિટલે પહોંચી મુતક યુવાનના સસરા બીગનભાઇ ભગવાનભાઇ ચૌધરી (ઉ.વ. ૭૪) (રહે. મુળ બીહાર હાલ શાપર ગામ) ની ફરિયાદ પરથી અજાણ્‍યા વાહન ચાલક સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.(૬.૬)

(11:54 AM IST)