<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th February 2025

દ્વારકા જિલ્લામાં મતદાનમાં તથા મત ગણતરી માટે જાપ્‍તો

ચુસ્‍ત બંદોબસ્‍ત સાથે વ્‍યવસ્‍થા ગોઠવાઇ

ખંભાળીયા તા.૧૫: દેવભુમી દ્વારકા જિલ્લામાં ત્રણ નગરપાલિકા તથા બે તાલુકા પંચાયતની ચુંટણીઓ માટે આવતીકાલના યોજાનાર મતદાન સંદર્ભમાં જિલ્લા કલેકટરશ્રી આર.એમ. તન્ના તથા જિલ્લા પોલીસવડા નીતેશુકુમાર પાંડે દ્વારા ચુસ્‍ત વ્‍યવસ્‍થા સાથે બંદોબસ્‍ત ગોઠવાયો છે.

આજે સવારથીજ પોતાને ફાળવાયેલા બુથો પર મતદાન મથકના અધિકારીઓ ઇ.વી.એમ. મશીનો સાથે પહોંચી ગયા હતા તથા દરેક બુથ પર ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત પણ ગોઠવાયો છે. જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા ફુટ પેટ્રોલીંગ ફલેગ માર્ચ યોજાઇ હતી. તથા ચારસો ઉપરાંત પોલીસકર્મી વ્‍યવસ્‍થામાં જોડાયા છે.

પાંચ સ્‍થળે ગણતરી

૧૬/૨/૨૫ના રોજ મતદાન થયા પછી ૧૮/૨/૨૫ના રોજ મતગણતરી જુદા-જુદા સ્‍થળે યોજાઇ છે.

જેમાં સલાયા ન.પા.ની મતગણતરી પ્રાંત અધિકારી કચેરી ખંભાળીયા ખાતે ભાણવડ ન.પા.ની મતગણતરી ભાણવડ સરકારી કોલેજના બિલ્‍ડીંગ ખાતે, દ્વારકા ન.પા.ની મત ગણતરી એન.ડી.એચ. હાઇસ્‍કુલ દ્વારકા ખાતે તરાણા તાલુકા પંચાયતની બેઠકની મત ગણતરી ખંભાળીયા તાલુકા પંચાયત કચેરી ખાતે તથા જુવાનપુર તાલુકા પંચાયતની ચુંટણીનું મતદાન કલ્‍યાણપુર મામલતદાર કચેરી, કલ્‍યાણપુર ખાતે રાખવામાં આવ્‍યું છે. તથા ચુંસ્‍ત પોલીસ બંદોબસ્‍ત સાથે સવારે નવ વાગ્‍યાથી ગણતરી શરૂ થશે અને બપોર પહેલા પરિણામો જાહેર થઇ જશે

 

(12:17 PM IST)