News of Saturday, 15th February 2025
વાંકાનેર પાલીકા ચૂંટણી મતદાન આડે માત્ર એક દિ' બાકીઃ ડોર ટુ ડોર ખાનગી પ્રચારનો ધમધમાટ

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ૧પ :.. વાંકાનેર પાલીકાની મધ્યસત્ર ચૂંટણી અંગે ગત ર૦ર૦ માં અર્થાત ગઇ ચૂંટણીમાં ભાજપ પોતાની બહુમતીથી સત્તા હાંસલ કરીને પ્રથમ દલીત પ્રમુખ એટલે કે રાતીદેવળી ગામના જાણીતા ઉદ્યોગપતિ અને કોન્ટ્રાકટર રમેશભાઇ વોરાને અઢી વર્ષ માટે ભાજપે પ્રમુખપદે બેસાડી પાલીકાનો વહીવટી સોંપેલ.
બાદમાં સામાન્યસ્ત્રી બેઠકમાં સત્તા સ્થાને ભાજપનાસ્ત્રી ઉમેદવાર બળવો કરીને અપક્ષ સ્થાને જયશ્રીબેન સેજપાલ પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે ધર્મેન્દ્રસિંહ જાડેજા, બહુજન સમાજ પાર્ટીના સહયોગથી સત્તા હાંસલ કરેલ.
જે ભાજપ પક્ષના સત્તાવાર ઉમેદવાર વિરૂધ્ધમાં સત્તા સ્થાને બેઠાના થોડા સમયમાં જ રાજય સરકારે ગેરવહીવટના કારણે પાલીકાને સુપરસીડ કરેલ. હવે માત્ર ૧૧ માસ માટે આગામી ૧૬-ર ને રવિવારે મતદાન થવાનું છે. તેમાં ભાજપ સામે ભાજપના ઉમેદવારો ચૂંટણી લડે છે. ખુદ ધારાસભ્યએ ભાજપ વિરૂધ્ધ ભાજપના ઉમેદવારોના પ્રચાર એનસીપી અને આપ ના નિશાન પર ચૂંટણી લડે છે.
તો કોંગ્રેસ પણ બીએસપીના ઉમેદવારોને સાથે રાખીને પ્રચાર કરે છે. આવતીકાલે મતદારો પણ ભાજપ સામે ભાજપના ઉમેદવારોને કેટલો ટેકો આપે છે ? તે પરીણામોથી ખબર પડશે પણ પરીણામો બાદ મામલો કોર્ટમાં જાય તે સંભાવનાની ચર્ચાઓ સંભળાય છે. વોર્ડ નં. ૬-૭ માં ભાજપ સામે આપના જે ભાજપના જ ઉમેદવારો છે તે સામસામા ચૂંટણી લડી રહ્યા છે.
(12:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
