તા. ૨૧ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૯ શુક્રવાર
News of Saturday, 15th February 2025
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અનુસંધાને વાંકાનેર તથા ચંદ્રપુર વિસ્તારમાં પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ

વાંકાનેરઃ ડિવિઝનના ડીવાયએસપી સમીર સારડાના માર્ગદર્શન હેઠળ સીટી તેમજ તાલુકા પોલીસ કાફલા દ્વારા આજરોજ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મતદાન પુર્વે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તેમજ ચુંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે અનુસંધાને વાંકાનેર શહેરમાં નગરપાલિકાના અલગ અલગ વોર્ડ, ચંદ્રપુર ગામ તેમજ ભાટીયા સોસાયટી ખાતે મુખ્ય માર્ગો પર ફ્લેગ માર્ચ/ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, આ ફુટ પેટ્રોલિંગમાં એક ડીવાયએસપી, ત્રણ પીઆઇ, સાત પીએસઆઇ, ૭૦ પોલીસ જવાનો તથા ૫૨ હોમગાર્ડ, સાત એસઆરપી જવાનો જોડાયા હતા. (તસ્વીર-અહેવાલઃ લિતેશ ચંદારાણા-વાંકાનેર)
(12:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
