તા. ૨ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ પોષ સુદ – ૧૪ શુક્રવાર
News of Saturday, 15th February 2025
રાણાવાવ અને કુતિયાણા નગરપાલિકા ઓની આવતીકાલે ચૂંટણીમાં કોઇ ભય વિના મતદાન કરવા કલેકટરનો અનુરોધ
રાણાવાવ અને કુતિયાણા નગરપાલિકાની ચૂંટણી માટે કુલ ૪૮૯૩૨ મતદારોઃ મતદાર કુલ ૪ મત આપી શકશેઃ મતદાન મથકો ઉપર સુરક્ષા વ્યવસ્થા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૧૫: રાણાવાવ અને કુતિયાણા નગરપાલિકાઓની આવતી કાલે યોજાનારી ચૂંટણીમાં મતદારોએ કોઇ ભય વિના કે કોઇ લોભ - લાલચમાં આવ્યા વિના મતદાન કરીને લોકશાહી પ્રક્રિયા ને વધુ મજબૂત બનાવવા કલેકટરશ્રી એસ.ડી. ધાનાણીએ અનુરોધ કર્યો છે.
પોરબંદર જિલ્લા કલેકટર શ્રી એસ ડી ધાનાણીએ આગામી તા.૧૬- ના રોજ યોજનાર રાણાવાવ અને કુતિયાણા નગરપાલિકાની ચૂંટણી વ્યવસ્થાઓની અંગે જણાવ્યું હતું. કે,રાણાવાવ નગરપાલિકામાં ૭ વોર્ડમાં કુલ ૩૪૯૭૦ મતદારો છે અને ૪૧ મતદાન મથકો આવેલા છે તેમજ કુતિયાણા નગરપાલિકામાં ૬ વોર્ડમાં કુલ ૧૩૯૬૨ મતદારો છે અને ૧૮ મતદાન મથકો આવેલા છે.અને નગરપાલિકાઓમાં ચૂંટણી પ્રક્રિયા યોગ્ય રીતે યોજાય તે માટે ૩૩૦ મતદાન સ્ટાફ અને ૧૯૩ જેટલા પોલીસ સ્ટાફ ફાળવવામાં આવ્યો છે.
રાણાવાવ નગરપાલિકા રીસીવીંગ,ડિસ્પેચીગ અને કાઉન્ટીંગ સેન્ટર સરકારી વિનયન કોલેજ રાણાવાવ ખાતે કરવામાં આવશે તેમજ કુતિયાણા નગરપાલિકા રીસીવીંગ,ડિસ્પેચીગ અને કાઉન્ટીંગ સેન્ટર સરકારી હાઈસ્કુલ કુતિયાણા ખાતે કરવામાં આવશે. વહીવટી તંત્ર દ્વારા રાણાવાવ અને કુતિયાણા નગરપાલિકાના મતદારો કોઈ લોભ અને લાલચમાં આવ્યા વિના નિર્ભિક રીતે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને આ બે નગરપાલિકાના મતદારોએ પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહી પ્રક્રિયાને વધૂ મજબૂત બનાવવા માટે કલેક્ટરશ્રીએ અપીલ કરી હતી.
રાણાવાવ અને કુતિયાણા નગરપાલીકાની ચૂંટણીઓમાં મતદાર કુલ ૪ મત નાખી શકે છે જેથી મતદારને પસંદ હોય તેવા ચાર ઉમેદવારોને મત આપ્યા બાદ બેલેટ યુનીટમાં આવેલ રજીસ્ટર બટન દબાવ્યા બાદ જ મત રજીસ્ટર થશે. મતદાર જો કોઇ એક જ ઉમેદવારને મત આ૫વા માંગતા હોય તો એક ઉમેદવારને મત આપી રજીસ્ટર બટન લબાવવાનું રહેશે. તેવી જ રીતે મતદાર જેટલા ઉમેદવારને મત આ૫વા માંગતા હોય(વઘુમાં વઘુ ૪) તે ઉમેદવારને મત આપી ત્યાર બાદ રજીસ્ટર બટન દબાવવાનું રહેશે તોજ મત રજીસ્ટર થશે. તેમ કલેકટરશ્રી એસ.ડી. ધાનાણીએ જણાવેલ છે.
(12:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
