News of Saturday, 15th February 2025
જેતપુરમાં સોનાની લગડીની ચોરી કરનારા ૩ ઝડપાયાઃ ૯ ચોરીનો ભેદ ઉકેલાયો
દિવસે અને રાત્રીના રેકી કરીને તાળા મારેલા ઘરને નિશાન બનાવતા

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા.૧૫: જેતપુર ઉદ્યોગનગર પો.સ્ટે.ના જુનો રાજકોટ રોડ, દાતાર તકીયા સામેની ગલીમાં બંધ મકાનમાંથી દાગીના તથા રોકડ રૂ.૪૭,૦૦૦/ મળી કુલ કિ.રૂ.૮,૧૪,૫૭૦/- ચોરીનો ગુનો અજાણ્યા ઇસમ વિરૂદ્ધ થયેલ હતો.
રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ તથા રાજકોટ ગ્રામ્યના પોલીસ અધિક્ષક હિંમકરસિંહની સુચનાથી જેતપુર ડીવીઝન, જેતપુરના નાયબ પોલીસ અધિક્ષક રોહિતસિંહ ડોડીયાના માર્ગદર્શન હેઠળ આ ચોરીનો ભેદ ઉકેલાયો છે.
પોલીસે અલ્ફાઝ ઉર્ફે ભોલો યુનુસભાઇ ભટ્ટી, રહે.ખાટકીવાસ, અનાજના ગોડાઉનની સામે, નવાગઢ, જેતપુર, સુરેશ ઉર્ફે સુરો અશોકભાઇ ગાવડીયા રહે.શેરીનં.ર, સોમનાથ સોસાયટી-ર, કોઠારીયા રોડ, રાજકોટ, રાજેશભાઇ ઉર્ફે રાજુભાઇ રમેશભાઇ ભટ્ટી રહે.બેડીનાકા ટાવર, કડીયાવાડ શેરી, રાજકોટની ધરપકડ કરીને ૯ ગુન્હાના ભેદ ઉકેલી નાંખ્યા છે. આરીપઓ દિવસના તેમજ રાત્રીના બંધ મકાનમાં તાળા મારેલનું જોઇ, રેકી કરી, રાત્રીના સમયે બંધ મકાનના દરવાજા તોડીને ઘરફોડ ચીરો કરવાની ટેવ ધરાવે છે.
આ કામગીરી પોલીસઇન્સ. ડો.એમ.એમ. ઠાકોર, પોલીસ સબ ઇન્સ. બી.આર. ચોૈધરી, એ.એસ.આઇ. સંજયભાઇ પરમાર, પો.હેડકોન્સ. રીઝવાનભાઇ સિંજાત, હિતેષભાઇ વરૂ, વાસુદેવસિંહ જાડેજા, પો.કોન્સ. મીરલભાઇ ચંદ્રવાડીયા, પો.કોન્સ. ચેતનભાઇ ઠાકોર તથા સંજયભાઇ પરમારે કરી છે.(૨.૧૫)
(1:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
