<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th February 2025

જામનગરમાં ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન પોલીસે બોલેરો કારના ચાલકને જ હેલમેટ ન પહેરવાનો દંડ ફટકારી દીધો

પોલીસે PWD કચેરી ખાતે ડ્રાઇવ યોજી હતી. જેમાં હેલમેટ વગર આવનાર 12 જેટલા કર્મચારીઓને પોલીસે દંડ ફટકાર્યો

જામનગરમાં તો પોલીસ ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા એટલી ઉત્સાહી છે કે કારચાલકને પણ તેઓ હેલ્મેટ ન પહેરવાનો દંડ ફટકારી દે છે. જામનગરમાં ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન પોલીસે બોલેરો કારના ચાલકને જ હેલમેટ ન પહેરવાનો દંડ ફટકારી દીધો હતો

  શહેરમાં છેલ્લા 4 દિવસથી ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી રહી છે. ત્યારે 15 તારીખે પોલીસે PWD કચેરી ખાતે ડ્રાઇવ યોજી હતી. જેમાં હેલમેટ વગર આવનાર 12 જેટલા કર્મચારીઓને પોલીસે દંડ ફટકાર્યો હતો. પરંતુ આ બધામાં નવાઈ લાગે એવી વાત એ હતી કે પોલીસ અતિઉત્સાહમાં કે પછી છબરડો કરીને એક બોલેરો કારના ચાલકને પણ હેલમેટ ન પહેરવાનો દંડ ફટકારી દીધો હતો.

 

(7:18 PM IST)