News of Monday, 17th February 2025
ગોંડલ તાલુકા પંચાયતની સુલતાનપુર બેઠકની પેટા ચુંટણીમાં ૪૫.૨૬ ટકા શાંતિ પૂર્વક મતદાન

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા. ૧૭: ગોંડલ તાલુકાની તાલુકા પંચાયતની એક સુલતાનપુર બેઠક પર પેટાચૂંટણી પર વહેલી સવારથી શાંતિપૂર્વક માહોલમાં સવારે ૭ થી સાંજના ૬ વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા યોજાઈ હતી.
સુલતાનપુર તાલુકા પંચાયતની બેઠક પર સુલતાનપુર ગામની ૩ બિલ્ડીંગ ધૂળશિયા રોડ પર આવેલ સુલતાનપુર હાઈસ્કૂલ, કન્યા શાળા સુલતાનપુર અને કુમાર તાલુકા શાળામાં અલગ અલગ ૬ બુથમાં ૧ ઝોનલ ઓફિસર, વિકલાંગો માટે વ્હિલ ચેરની વ્યવસ્થા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી હતી સુલતાનપુર તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ મહિલા ઉમેદવાર વચ્ચે ટક્કર થઇ હતી ભાજપના વર્ષાબેન હિતેશભાઈ ગોંડલીયા અને કોંગ્રેસના નલીનાબેન ગોપાલભાઈ કુંજડિયા શિવરાજગઢ વાળા બન્ને મહિલા ઉમેદવારોએ સુલતાનપુર પેટા ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું બન્ને ઉમેદવારોના ભાવિ સુલતાનપુર ગામના મતદારો ૪૫.૨૬ ટકા મતદાન કરી ઉમેદવારો નું ભાવિ EVMમાં કેદ કરાવ્યું હતું.
ચૂંટણી દરમિયાન મતદાન મથકમાં કોઈ અનિચ્છીય ઘટના ન બને તે માટે ૧ પીઆઇ, ૧ પીએસઆઇ, ૨૫ પોલીસ સ્ટાફ, ૬ જેટલા બોડી કેમેરા સાથે પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે મતદાન માટે આવતા વળધ્ધ મતદારોને મતદાન મથક સુધી હાથ પકડીને પહોંચાડવાનું સરાહનીય કાર્ય પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે.
ગોંડલ તાલુકા પંચાયતની સુલતાનપુર બેઠક પર ૬૫૬૬ મતદાતાઓ છે ત્યારે મતદાન મથકો ઉપર આમ, તમામ પ્રક્રિયા પારદર્શક રીતે તેમજ લોકો વધુને વધુ મતદાન કરે અને કોઈ પણ જાતનું બોગસ વોટીંગ ના થાય તે માટેના તંત્ર દ્વારા પૂરતા પ્રયાસો કરવામાં આવ્યા હતા ૧૭૪૦ પુરુષો અને ૧૨૩૨ મહિલાઓ એ મતાધિકાર નો ઉપયોગ કર્યો હતો.(૬.૪)
(10:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
