News of Monday, 17th February 2025
સૌરાષ્ટ્ર-કચ્છની પાલીકા અને તાલુકા પંચાયતની બેઠકોનું કાલે પરીણામ
સૌરાષ્ટ્રના ૮ જીલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મતદાન પ્રક્રિયા સંપન્નઃ ઇવીએમ મતગણતરી સ્થળોએ સીલ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન : ખંભાળીયા : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી - ૨૦૨૫ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લાનાં સલાયા, ભાણવડ, દ્વારકા નગરપાલિકાની ચૂંટણી તેમજ ૪ - ભરાણા ખંભાળિયા તાલુકા પંચાયત તેમજ ૧૩ - જુવાનપર કલ્યાણપુર તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં નાગરિકો તેમનાં મતાધિકારનો ઉપયોગ કરી પોતાનો પવિત્ર મત આપતા જિલ્લામાં વહેલી સવારથી જ શાંતિપૂર્ણ મતદાનનો પ્રારંભ થયો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કુલ ૭૫ હજારથી વધુ મતદારો નોંધાયા છે. (તસ્વીરઃ અહેવાલઃ કૌશલ સવજાણી-ખંભાળીયા) (૪.૨૦)
રાજકોટ તા.૧૭ : સૌરાષ્ટ્ર-કચ્છમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પપ થી ૬૦ ટકા સરેરાશ મતદાન થયું છે. કાલે મંગળવારે મતગણતરી થશે.
જુનાગઢ કોર્પોરેશન સહિત રાજકોટ સહિત સૌરાષ્ટ્રના આઠ જિલ્લામાં ૨૬ નગરપાલિકામા આજે ચૂંટણી યોજાઈ હતી. જેમાં રાજકોટ જિલ્લાની જસદણ જેતપુર ધોરાજી ભાયાવદર ઉપલેટા જામનગર જિલ્લાની જામજોધપુર ધ્રોલ કાલાવડ ગીર સોમનાથ જિલ્લાની કોડીનાર મોરબી જિલ્લાની હળવદ વાંકાનેર પોરબંદર જિલ્લાની રાણાવાવ કુતિયાણા અમરેલી જિલ્લાની લાઠી ચલાલા રાજુલા જાફરાબાદ દેવભૂમિ દ્વારકા જિલ્લાની સલાયા દ્વારકા ભાણવડ અને જુનાગઢ જિલ્લાની બાટવા માણાવદર માંગરોળ વિસાવદર વંથલી અને ચોરવાડની જુદી જુદી બેઠકો માટે મતદાન થયું હતું.
સૌરાષ્ટ્રના ૮ જિલ્લાની અમરેલી પાલિકાની ૨, સાવરકુંડલાની ૧, દામનગરની ર તથા માળિયા મિયાણા પાલિકાની ૨ મળી કુલ ૪ પાલિકાની ૭ બેઠકોની પેટાચૂંટણી જાહેર થઈ હતી. તેમાં માળિયાની બે બેઠક બિનહરિફ થતાં હવે ૩ પાલિકાની પાંચ બેઠકોની રવિવારે ચૂંટણી યોજાશે. આ ઉપરાંત ૧૫ તાલુકા પંચાયતોની ૨૦ બેઠકોની પેટાચૂંટણી યોજાશે. જેમાં ઉના તા.પં.ની ૩, તાલાલાની ૨, જસદણની ૨, ઉપલેટાની ૨, તથા જોડિયા, જામનગર, વાંકાનેર, માળિયામિંયાણા, ધારી, ખંભાળિયા, કલ્યાણપુર, વંથલી, જેતપુર, ગોંડલ તથા રાણાવાવ તા.પં.ની એક-એક મળી કુલ ૨૦ બેઠકોની પેટાચૂંટણી યોજાઈ છે.
ભાવનગર
(મેઘના વિપુલ હિરાણી) ભાવનગર : ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર-૩ માં પણ પેટા ચૂંટણી યોજાઈ રહી છે. આ ચૂંટણીમાં ભાવેણાવાસીઓ પણ ઉત્સાહપૂર્વક મતદાન કરી રહ્યા છે. સામાન્ય રીતે ઘરમાં કોઈ પ્રસંગ હોય ત્યારે લોકો મતદાન કરવાનું ટાળતા હોય છે પરંતુ ભાવનગરની કસ્તુરબા મોહનદાસ ગાંધી પ્રાથમિક શાળામાં મતદાન કરવા આવી પહોંચેલા દુલ્હન પરિતાબેન બાબરીયા સૌ નાગરિકો માટે પથદર્શક બની રહ્યાં છે. તેમણે મીડિયા સાથેની મુલાકાતમાં જણાવ્યું કે, આપણા સંવિધાનમાં ડો. બાબા સાહેબ આંબેડકરે આપણને મતાધિકાર આપ્યો છે, ત્યારે દરેક નાગરિકોએ ફરજીયાત મતદાન કરવું જોઈએ.
ભાવનગર શહેરનાં વડવા બ વોર્ડમાં મિલની ચાલી વિસ્તારમાં રહેતા પરિતાબેન વિનોદભાઈ બાબરીયાના આજે લગ્ન લેવાયા હતાં, માંડવે જાન પણ આવી પહોંચી હતી, પરંતુ દુલ્હન પરિતાબેને મતદાનને પોતાની નૈતિક ફરજ સમજીને લગ્ન બાદ માંડવેથી સીધા જ મતદાન મથકે મતદાન કરવા પહોંચ્યા હતાં. સોળ શણગાર સજેલી દુલ્હનને જોઈ મતદાન મથકના અધિકારીઓએ પણ સુખદ આヘર્ય વ્યક્ત કર્યું હતું.
સખી સોળ રે સજી શણગાર.....હું તો મતદાન કરવા હાલી.....એમ અન્ય લોકોને જાણે મતદાન કરવાનો સંદેશો આપતાં હોય એમ પરિતાબેને લગ્નના સાત ફેરાની સાથે ચૂંટણીમાં મતદાનની ફરજ અદા કરી લોકશાહીના આ ઉત્સવમાં સહભાગી બન્યા હતાં. તેમણે લોકોને અપીલ કરતાં કહ્યું કે, મતદાન કરવું એ આપણો અધિકાર છે ત્યારે બધાએ મતદાન ફરજીયાત કરવું જ જોઈએ.
જૂનાગઢ
(વિનુ જોશી દ્વારા)જૂનાગઢ : જુનાગઢ જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આજે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ટેન્ટેટીવ ૪૪.૩૨ ટકા અને જિલ્લાની નગરપાલિકાઓમાં ૬૬.૬૩ ટકા મતદાન થયું હતું. મતગણતરી તા. ૧૮ ફેબ્રુઆરીના રોજ સવારે ૯ કલાકથી થશે. જુનાગઢ
મહાનગરપાલિકાની મત ગણતરી જુનાગઢ કળષિ યુનિવર્સિટી એન્જિનિયરિંગ કોલેજ બિલ્ડિંગમાં થવાની છે.
જુનાગઢ જિલ્લાની નગરપાલિકાઓમાં બાંટવા ૫૯.૩૬, માણાવદર ૫૬, માંગરોળ ૬૭.૨૦, વિસાવદર ૬૫.૫૪, વંથલી ૬૯.૪૫ અને ચોરવાડ નગરપાલિકાની ચૂંટણીમાં ૭૯.૪૫ ટકા એમ સરેરાશ અંદાજિત ૬૬.૬૩ ટકા મતદાન શાંતિમય રીતે સંપન્ન થયું છે. વંથલી તાલુકા પંચાયત કણજા બેઠકની પેટા ચૂંટણીમાં ૫૦.૭૪ ટકા મતદાન થયું છે.
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શનમાં તેમજ અધિક જિલ્લા ચૂંટણી અધિકારી અને અધિક કલેક્ટર એન. એફ.ચૌધરીના સંકલનમાં ચૂંટણી અધિકારીઓની ટીમ અને સ્ટાફ દ્વારા કરવામાં આવી રહેલી અવિરત કામગીરીના ભાગરૂપે મતદાન મથકોમાં વિવિધ વ્યવસ્થાઓ જળવાઈ હતી અને મતદારોએ શાંતિપૂર્ણ રીતે મતદાન કર્યું હતુ. પોલીસે બંદોબસ્ત ગોઠવ્યો હતો. કલેકટર અનિલ કુમાર રાણાવસિયાએ ચૂંટણીમાં રોકાયેલા સેવારત તમામ અધિકારીઓ-સ્ટાફને અભિનંદન આપી શાંતિમય રીતે અને સુચારું રીતે ચૂંટણી સંપન્ન થાય તે માટે સફળ પ્રયાસોને બીરદાવ્યા હતા. લોકશાહીના આ અવસરમાં મતદાન જાગળતિ માટે મીડિયાના સકારાત્મક યોગદાન અંગે આભાર વ્યક્ત કર્યો હતો.
રાજ્ય ચૂંટણી આયોગના માર્ગદર્શન હેઠળ મતગણતરીની પણ તૈયારીઓ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે.
(11:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
