<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th February 2025

પાટડીના ભાજપ અગ્રણી સાથેની હનીટ્રેપમાં ફરાર બે આરોપી ઝબ્બે

 

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૧૭ :..  પાટડી પોલીસ મથકે એક શખસને અંગત પળોનો વીડિયો બનાવીને ૧૦ લાખ રૂપિયા માગી નહીં આપે તો વાઇરલ કરવાની ધમકી આપતી ફરિયાદ નોંધાઇ હતી. જેના આરોપી મહિલા અને શખસ ફરાર થઇ ગયા હતા. આ બન્નેને  મહુવા ગામમાંથી તેઓને ઝડપ્યા હતા. પાટડી પોલીસ મથકે માલતીબેન રાવલ અને જલારાભાઇ સામ કાવતરું રચી એક શખસનો અંગત પળોનો વીડિયો મોબાઇલમાં ઉતારી અને આ વીડિયો ફરતો કરવાની ધમકી આપી ૧૦ લાખ રૂપિયાની માગણી કર્યાની ફરિયાદ નોંધાવાઇ હતી.

આ બનાવમાં નાયબ પોલીસ અધિક્ષક ધ્રાંગધ્રા જે.ડી.પુરોહિતે પીઆઇ એ.જે. સોલંકી અને ટીમને એકશન પ્લાન બનાવી આરોપીઓને પકડી પાડવા માટે સૂચના આપી હતી.  તેઓ ગુજરાત રાજ્યમાં જ્યાં જાય તેવી શક્યતાઓ હતી ત્યાં પહેલા તપાસ કરવામાં આવી. સોમનાથ, જૂનાગઢ, ભાવનગર સહિતની જગ્યાએ બન્ને આરોપીઓ ન મળતા પોલીસે ઉત્તરાખંડ, પંજાબ રાજ્યમાં તપાસ કરી હતી.

પરંતુ આરોપીઓ મળ્યા ન હતા. બાદમાં  આરોપી મૂળ મહેસાણાના બેચરાજીના શંખલપુર મધુવન સોસાયટીના જલારામભાઇ ઉર્ફે ભરતભાઇ ઉર્ફે જલો વિનોદચંદ્ર સોમચંદ્રભાઇ મીરાણી અને મહેસાણાના સુંદરમ બંગ્લોઝના માલતીબેન રસીકલાલ રાવલને ઝડપી પાડ્યા હતા. આ કાર્યવાહીમાં પાટડી પીએસઆઇ એમ.બી.વીરજા, દીપકભાઇ, ભરતભાઇ પારૂબેન સહિત ટીમ જોડાઇ હતી.

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેનના પતિ નટુજી ઇલોરીયા સાથે હનીટ્રેપની ઘટના બની હતી.૨૨ વર્ષીય યુવતી સાથેની અંગત પળોનો વીડિયો ઉતારી નટુજી ઇલોરીયા પાસે ૧૦ લાખની માંગણી કરવામાં આવી હતી. સમગ્ર મામલે પોલીસે દશરથભાઈ પટેલ, ઇમરાન રાઠોડ, સોહિલ ઠકકર નામના ઇસમોની અટકાયત કરી છે. ચેરમેનના પતિ સાથે બનેલી ઘટનાને લઈ સુરેન્દ્રનગરમાં ખડભડાટ મચી ગયો હતો

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદ્દસ્ય તેમજ મહિલા ચેરમેનના પતિ નટુભાઈ(નટુજી) પથુભાઈ ઈલોરીયાને ગત સપ્ટેમ્બર ૨૦૨૪થી ફેબુ્રઆરી ૨૦૨૫ દરમિયાન માલતી નામની યુવતીએ અવાર-નવાર મોબાઈલ ફોનમાં વાતો કરી અલગ-અલગ યુવતીઓની તસવીરો વોટસએપમાં મોકલી હતી. યુવતીએ રૂબરૂમાં મળી વીડિયો કોલથી યુવતી બતાવી લાલચ આપી હતી. ત્યારબાદ માલતીએ મોકલેલી યુવતીએ નિવસ્ત્ર થઈ ફરિયાદી સાથે શરીર સુખ માણવા બળજબરી કરતા ફરિયાદીએ ના પાડી હતી.

છત્તાં યુવતીએ  કપડા પણ ઉતરાવ્યા હતા અને છુપી રીતે તેના મોબાઈલમાં તે અંગેનો વીડિયો લીધો હતો. જે વીડિયો યુવતીએ ઈમરાન તેમજ દશરથભાઈ ભલાભાઈ પટેલને આપી ફરિયાદીને ભરત ઠક્કર નામના વ્યકિત સાથે ટેલીફોનીક વાત કરાવી રૂ.૧૦ લાખની ખંડણી માંગી હતી અને જો આ રકમ આપવામાં નહીંં આવે તો ફરિયાદીને બદનામ કરી દુષ્કર્મના ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી હતી. ટ્રેપમાં ફસાવી ગુનો આચર્યો હતો.

(11:55 AM IST)