News of Monday, 17th February 2025
જસદણ નગરપાલિકાનું ૫૨.૧૪ ટકા મતદાન : ૬૪ ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ : કાલે મત ગણતરી
૪૪ બુથોના ઈવીએમ જસદણની મોડલ સ્કુલમાં લઈ જવામાં આવ્યા : ભારે બંદોબસ્ત વચ્ચે સ્ટ્રોંગ રૂમમાં સીલ

(હુસામુદ્દીન કપાસી દ્વારા) જસદણ તા.૧૬: જસદણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી રવિવારે શાંતિપુર્ણ માહોલ વચ્ચે યોજાય જેમાં પાટલા થી ખાટલા સુધીના દરેક મતદારોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું.
શહેરના ૪૪ બુથોના ઈવીએમ આજે સાંજે જસદણની મોડલ સ્કુલમાં લઈ જવામાં આવ્યા હતા ત્યાં ભારે બંદોબસ્ત વચ્ચે સ્ટ્રોંગ રૂમમાં સુધીલ કરવામાં આવ્યાં હતાં જેની મત ગણતરી તા.૧૮ ને મંગળવારના રોજ સવારે ઉમેદવારોની હાજરીમાં કરવામાં આવશે જેમાં કુલ મળી ૨૮ ઉમેદવારો જીતનો આનંદ મનાવશે આ વખતની ચૂંટણીમાં ભાજપ, કૉંગ્રેસ, આપ પાર્ટીના ઉમેદવાર સહિત અપક્ષના એક માત્ર ઉમેદવાર સુરેશભાઈ છાયાણી સહીત કુલ મળીને ૬૪ ઉમેદવારો મેદાનમાં હતાં. તે તમામનું ભાવિ ઈવીએમમાં કેદ થયું છે પણ અત્યાર સુધીમાં કોઈ પાર્ટી તરફથી અમે જીતશું એવી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી. જસદણ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડે પત્રકારો સમક્ષ મતદારોનો જાહેર આભાર માન્યો હતો જે ચુકાદો નાગરિકો આપે તે લોકશાહીમાં શિરોમાન્ય હોય છે ચૂંટણી આવતી જતી હોય છે પણ લોકોના દિલમાં સ્થાન હોવું એ સૌથી મોટી જીત છે
(11:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
