News of Monday, 17th February 2025
મોટી પાનેલી તાલુકા પંચાયત ચૂંટણીમાં ૪૩ ટકા જેટલું ધીંગુ મતદાન
અત્યંત રસાકસીથી ભરેલી ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ બન્ને પાર્ટી દ્વારા એડિચોટીનું જોર લગાવ્યું

(અતુલ ચગ દ્વારા) મોટી પાનેલી, તા., ૧૭: ઉપલેટા તાલુકાના મોટી પાનેલીમાં આજરોજ સ્થાનિક સ્વરાજ્યની તાલુકા પંચાયત મોટી પાનેલી એક નંબર ની સીટ ઉપર મતદાન થયેલ છે કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટાયેલા ગત ટર્મના ઉમેદવાર ડિસ્કોલીફાઈ થતા આ ચૂંટણી યોજવામાં આવેલ જેમાં કુલ ૫૨૩૭ મતદારો નોંધાયેલા છે જે પૈકી પુરુષ માતદારો ૨૭૧૫ અને મહિલા મતદાર ૨૫૨૨ છે જેમાં આજે મતદારોએ ધીમી ગતિએ શાંતી પૂર્ણ માહોલ માં ધીંગું મતદાન કરેલ હતું કુલ પાંચ બુથ ઉપર સવારે અગ્યાર વાગ્યે ૭૫૦ મત પડ્યા હતા જે બપોરે એક વાગ્યાં દરમિયાન ૧૧૦૦ થયેલ ત્યારબાદ બે વાગ્યે ૧૪૦૦ સુધી મતદાન થયેલ બાદમાં બપોરે ત્રણ વાગ્યાં સુધીમાં ૧૭૦૦ એ આંકડો પહોંચ્યો હતો જે સાંજે પાંચ વાગ્યાં સુધીમાં ૨૦૨૦ મતદારો એ પોતાનો મત આપેલ બાદમાં છેલ્લા આંકડા મુજબ સાંજે છ વાગ્યાં સુધીમાં ટોટલ ૨૨૨૩ જેટલાં મતદારો એ મતદાન નો અધિકાર ભોગવ્યો હતો જે ૪૩ ટકા જેટલું મતદાન થયાંના અહેવાલ સુપ્રત થયેલ છે તાલુકા પંચાયત ની બેઠક મહિલા અનામત હોય ભાજપ તેમજ કોંગ્રેસ તરફથી સક્ષમ પાટીદાર મહિલા ઉમેદવાર ને ઉભા રાખવામાં આવેલ અત્યંત રસાકસી ભરેલ ચૂંટણીમાં મતદારોએ ધીંગું શાંતિપૂર્ણ મતદાન કરતા તમામ મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ વાતાવરણ માં પૂર્ણ થયેલ.
(11:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
