<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th February 2025

જસદણ પાલિકામાં વોર્ડ નંબર ૫માં સૌથી વધુ વોર્ડ નંબર ૬માં કંગાળ મતદાન

 

(હુસામુદ્દીન કપાસી દ્વારા) જસદણ તા.૧૬: જસદણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં આજે મતદાન પુર્ણ થતાં વોર્ડ નંબર ૧માં ૫૫.૧૩ વોર્ડ નંબર ૨માં ૫૮.૧૦ વોર્ડ નંબર ૩માં ૫૮.૧૦ વોર્ડ નંબર ૪માં ૫૧.૭૮ વોર્ડ નંબર ૫માં ૫૯.૦૩ વોર્ડ નંબર ૬માં ૩૯.૪૬ વોર્ડ નંબર ૭માં ૪૯.૯૧ સાતેય વોર્ડનું કુલ મળીને ૫૨.૧૪ નોંધાયું હતું આ ચૂંટણીમાં સાતેય વોર્ડમાં કુલ ૬૪ ઉમેદવારો મેદાનમાં છે દરેકનું ભાવિ ઈવીએમમાં છે મંગળવારે પરિણામ છે ત્યારે જો જીતા વોહી સિકંદર બનશે જોકે આજે કેટલાક ઉમેદવારોએ જણાવ્યું હતું કે ચૂંટણીમાં હાર જેવી કોઈ ચીજ નથી કા જીત કા શીખ અત્યાર સુધીના રાજકરણમાં કોઈ હારી ગયેલા ઉમેદવારએ નિવૃત્તિ લીધી નથી બલ્કે બીજી ચૂંટણીમાં બમણા ઉત્સાહ સાથે જ ઝંપલાવ્યું છે હાર કેવી? નોંધનીય છે કે જસદણ નગરપાલિકાની આ ચૂંટણીમાં એક માત્ર ઉમેદવાર સુરેશભાઈ નથુભાઈ છાયાણી એક માત્ર એવા ઉમેદવાર હતાં જેમણે અપક્ષ તરીકે ઝંપલાવ્યું હતું બાકીના ઉમેદવારો કોઈને કોઈ પક્ષ સાથે સંકળાય ચૂંટણી લડ્યા હતાં ઉલ્લેખનીય છે કે ચૂંટણી પૂરી થતાં જ કોણ જીતશે એ અંગે ચર્ચા શરૂ થઈ ગઈ છે.

(2:06 PM IST)