News of Monday, 17th February 2025
વાંકાનેર પાલિકામાં અમુક વોર્ડમાં નીરસ તો અમુકમાં સારૃં મતદાન

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ૧૭: પાલીકા ચુંટણીનું મતદાન પ૧.પર ટકા જ થયું. માત્ર ૧૧ માસ માટેની ચુંટણી હોઇ મતદાનની ટકાવારી ઘટી છે. એકંદરે નીરસ મતદાન થયું હતું. જયારે અમુક વોર્ડમાં જો કે સારૃં મતદાન થયું હતું. વોર્ડ નં. ૬ અને ૭ માં સ્ટેચ્યુ ગેટ અને દિગ્વીજયનગરના બે બુથ પર સવારથી સાંજ સુધીમાં ભારે ગરમાવો હતો અને મતદાન માટે થોડી માથાકૂટો પણ જોવા મળી હતી. પરીણામ આવતી વેળા ચૂંટણીના વેરઝેરથી વાતાવરણ ગરમાય એવી ચર્ચાઓ પણ સાંભળવા મળી રહી છે. વાંકાનેર નગરપાલીકાની માત્ર ૧પ બેઠકો માટેના મતદાન માટે યોજાયેલી આ ચુંટણીમાં ચારેક ઉમેદવારો ભાજપના ઉમેદવારો સામે 'આપ'નો સાવરણો લઇને મતદાન કરાવવા નીકળેલ જેમાં ધારાસભ્ય જ ીતુભાઇ સોમાણી અને તેઓના ભાઇએ ભાજપના આ ઉમેદવારોને હરાવવા અથાગ પ્રયત્નો કર્યા હતા. તેજ રીતે વોર્ડ નં. ૩ના ભાજપના ઉમેદવાર સામે 'આપ'નો સાવરણો લઇને ભાજપના ઉમેદવારોને હરાવવા મેદાને પડેલ હતા. પરંતુ નીરસ મતદાનના કારણે પરીણામોમાં લોકોએ આપ અને ઘડીયાલ (એનસીપી)ને જાકારો આપ્યાના સંકેતો જોવા મળે છે.
(12:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
