News of Monday, 17th February 2025
ભુજના માધાપરમાં ઘર પાસે જ એક વૃધ્ધને ઢોરે અડફેટે લીધા: ગુસ્સે ભરાયેલા ઢોરે વૃધ્ધે શીંગડામાં ભરાવી હવામાં ફંગોળ્યા
સ્થાનિકોએ આક્ષેપ કર્યો કે, અવાર-નવાર ઢોર શેરીઓ સુધી આવી જાય છે અને આતંક મચાવતા હોય છે જેના કારણે ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની જતું હોય છે.

ભૂજના માધાપરમાં પણ રખડતા ઢોરે એક વૃધ્ધને ઇજાગ્રસ્ત કર્યા છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે.
માધાપરમાં ઘર પાસે જ એક વૃધ્ધને ઢોરે અડફેટે લીધા હતા. ગુસ્સે ભરાયેલા ઢોરે વૃધ્ધે શીંગડામાં ભરાવીને હવામાં ફંગોળ્યા હતા. હવામાં ફંગોળાઇને વૃધ્ધ જમીન પર પટકાયા હતા. જેના કારણે વૃદ્ધને કમરના ભાગે ઈજા પહોંચતા તેમને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. આ ઘટના બન્યા પછી પંચાયતે આખલાને ઝડપી પાડયો છે. પરંતુ સ્થાનિકોએ આક્ષેપ કર્યો કે, અવાર-નવાર ઢોર શેરીઓ સુધી આવી જાય છે અને આતંક મચાવતા હોય છે જેના કારણે ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની જતું હોય છે.
(1:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
