<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th February 2025

તરસાઇ ગામે રેતી ભરવા બાબતે બઘડાટી : જામનગરમાં વૃધ્‍ધનો બિમારીથી ત્રાસી આપઘાત : જશાપરની કિશોરીએ ઝિંદગી ટૂંકાવી

 

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૭: જામજોધપુર પોલીસ સ્‍ટેશનમાં મેસુરભાઈ રાજાભાઈ કોડીયાતર, ઉ.વ.૩પ, રે. તરસાઈ ગામ, વાડી વિસ્‍તારવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, પોતાની વાડીની બાજુમાં આવેલ હોકળામાં રેતી ચોરીને રાખેલ હોય જે રેતી આરોપી વિજયભાઈ લાખાભાઈ મુછાર ભરી જતા હોય  જેથી ના કહેતા જે બાબતેનો ખાર રાખી આરોપીઓ વિજયભાઈ લાખાભાઈ મુછાર, રામાભાઈ લાખાભાઈ મુછાર, મેહુરભાઈ અરજણભાઈ મુછાર, કાનાભાઈ દેવાભાઈ મુછાર એ એકસંપ કરી ફરીયાદી મેસુરભાઈ ને જેમફાવે તેમ ગાળો આપી લાકડી વડે માથામા તથા આરોપી રામાભાઈએ કોણી તથા શરીરે લાકડીના ઘા મારી તથા ફરીયાદી મેસુરભાઈના પિતા રાજાભાઈને માથાના ભાગે તથા શરીરે લાાકડીના ઘા મારી તથા આરોપી કાનાભાઈ દેવાભાઈ મુછાર એ ફરીયાદી મેસુરભાઈના દિકરા સાહેદને માથાના ભાગે લાકડીનો ઘા મારી તથા ફરીયાદી મેસુરભાઈના ભાઈ સાહેદને શરીરે લાકડીના ઘા મારી ઈજાઓ કરી આરોપી વિજયભાઈએ ફરીયાદી મેસુરભાઈ તથા સાહેદોને જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરેલ છે.

જુની અદાવતનો ખાર રાખી મારમાર્યાની રાવ

અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં એજાજભાઈ અનવરભાઈ સંઘાર, ઉ.વ.ર૧, રે. બેડી સીદી ફળી, રામ મંદિર ચોકમાં એ ફરીયાદ નોંધાવી છે કે, ગાંધીનગર, રેલ્‍વે સ્‍ટેશન, બહાર ગેઈટ ચા ની હોટલ પાસે જાહેરમાં આરોપી રિઝવાન સાયચા સાથે અગાવ બોલાચાલી થયેલ હોય  જે બાબત નો ખાર રાખી ફરીયાદી એજાજભાઈ ને ભુંડી ગાળો કાઢી આ રિઝવાને ફરીયાદી એજાજભાઈ નો કાઠલો પકડી ઝાપટો મારી તથા આરોપી રિયાજ સાયચા પાછળથી આવી ફરીયાદી એજાજભાઈ ને શરીરે જેમફાવે તેમ ઢીકાપાટુનો માર મારી મુંઢ ઈજાઓ કરી આરોપી રિઝવાન સાયચા એ જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરેલ છે.

બે બોટલ સાથે ઝડપાયો

 લાલપુર પોલીસ સ્‍ટેશનમાં હેડ કોન્‍સ. અનુજભાઈ પંકજભાઈ સાદરીયા એ ફરીયાદ નોંધાવી છે કે, લાલપુર નાંદુરી ચોકડી પાસે જાહેર રોડ પર આરોપી સંજયભાઈ નારણભાઈ વાઘેલા એ દારૂની બોટલ નંગ-ર, કિંમત રૂ.૧૦૦૦/- સાથે ઝડપાઈ ગયેલ છે.

અહીં પ્રેમચંદ કોલોની જેલ રોડ પર રહેતા સિધ્‍ધરાજસિંહ ભરતસિંહ રાઠોડ, ઉ.વ.૩૬ એ સીટી એ ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે,  કિશોરસિંહ ભરતસિંહ રાઠોડ, ઉ.વ.૬૦ વાળા ને છેલ્લા રપ વર્ષથી એકલા તેના ભાઈના ઘરે રહેતા હોય અને દારૂ પીવાની ટેવવાળા હોય જેના કારણે તેની તબીયત ખરાબ રહેતી હોય અને શરીરમાં નબળાઈ હોય જેથી તેની સારવાર ચાલુ હોય જે બીમારીથી કંટાળી જઈ પોતે પોતાની જાતે પોતાના રૂમમા સાડી વડે ગાળા ફાંસો ખાઈ લેતા મૃત્‍યુ પામેલ છે.

 જોડીયા તાલુકાના જશાપર ગામે દિનેશભાઈ પનારાની વાડીએ રહેતા દિનેશભાઈ કબોડાભાઈ બામણીયા, ઉ.વ.૩પ વાળા એ જોડીયા પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે,  લેન્‍જુબેન દિનેશભાઈ બામણીયા, ઉ.વ.૧પ વાળા કોઈ અગમ્‍ય કારણોસર પોતાની જાતેથી જંતુનાશક ઝેરી દવા પી જતા મૃત્‍યુ પામેલ છે

(2:04 PM IST)