<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th February 2025

રાણાવાવમાં ર૦૧૮ની નગરપાલિકાની ચૂંટણી કરતા પ.૩પ ટકા વધુ મતદાન : કુતિયાણામાં ર.૧૯ ટકા ઓછું મતદાન

બન્ને અતિ સંવેદનશીલ રાણાવાવ પાલિકામાં પ૦.૧૯ ટકા તથા કુતિયાણામાં પ૯.૮૩ ટકા શાંતિપૂર્ણ મતદાન

(પરેખ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૧૭ :  જિલ્લાની અતિસંવેદનશીલ રાણાવાવ  નગરપાલિકાની ગત ર૦૧૮ ની ચૂંટણી કરતા ગઇકાલે યોજાયેલ રાણાવાવ નગરપાલિકાની ચૂંટણીમાં પ.૩પ ટકા વધુ મતદાન તથા કુતિયાણા નગરપાલિાની ગત ચૂંટણી કરતા ર.૧૯ ટકા ઓછુ મતદાન થયું હતું.

રાણાવાવ નગરપાલિકાની ચૂંટણીમાં વર્ષ ર૦૧૮માં ૪૪.૮૪ ટકા મતદાન થયુ હતુ જયારે આ વર્ષ પ૦.૧૯ ટકા મતદાન થયું છે તેથી ગત ચૂંટણી કરતા આ ચૂંટણીમાં મતદાનની ટકાવારી પ.૩પ ટકા વધી છે.

કુતિયાણા નગરપાલિકાની ચુંટણીમાં આ વર્ષ પ૯.૮૩ ટકા મતદાન નોંધાયુ છે વર્ષ ર૦૧૮ ની સાલમાં કુતિયાણામાં ૬ર.૦ર ટકા મતદાન થયુ હતુ જયારે આ વર્ષ વર્ષ ર૦રપમાં ર.૧૯ ટકા મતદાન ઘટયું છે.

રાણાવાવ નગરપાલિકામાં સવારે ૯ વાગ્‍યા સુધીમાં પ.૩૦ ટકા મતદાન નોંધાયુ હતું. જયારે ૯ થી ૧૧ વાગ્‍યા સુધીમાં કુલ મતદાન ૧૮.૧ર ટકા થયુ હતું જયારે ૧૧ થી ૧ વાગ્‍યા સુધીમાં ૩૦.૪૧ ટકા અને એકથી ત્રણ વાગ્‍યા સુધીમાં ૩૯.૦ર ટકા તથા ત્રણથી પાંચ વાગ્‍યા સુધીમાં ૪૬.૬૯ ટકા તેમજ છેલલી એક કલાક સહિત સાંજે છ વાગ્‍યા સુધીનું કુલ મતદાન પ૦.૧૯ ટકા જાહેર થયું હતું.

કુતિયાણા નગરપાલિકામાં સવારે ૯ વાગ્‍યા સુધીમાં ૮.૮૬ ટકા મતદાન થયું હતું. જયારે ૯ થી ૧૧ વાગ્‍યા સુધીમાં કુતિયાણા બેઠકનું ર૩.ર૧ટકા મતદાન નોંધાઇ ચુકયુ઼ હતું. જયારે ૧૧ થી ૧:૦૦ વાગ્‍યા સુધીમાં ૩૮.પ૧ ટકા અને એકથી ત્રણ વાગ્‍યા સધુીમાં ૪૮.૯૯ ટકા તથા ત્રણથી પાંચ વાગ્‍યા સુધીમાં પ ટકા ૩૦ ટકા તેમજ છેલ્લી એક કલાક સહિત સાંજે છ વાગ્‍યા સુધીમનું કુલ મતદાન પ૯.૮૩ ટકા જાહેર થયું હતું.

પોરબંદર રાણાવાવ તથા કુતિયાણા નગરપાલિકાની બન્ને બેઠકને અતિ સંવેદનશીલ જાહેર કરવામાં આવી હતી તેથી આ અતિસંવેદનશીલ બેઠકો ઉપર કયાંય અનિચ્‍છનીય બનાવ બને નહીં તે માટે ચુસ્‍ત પોલીસે બંદોબસ્‍ત ગોઠવાયો હતો. કુતિયાણા સીટ ઉપર ભાજપના ઢેલીબેન ઓડેદરા અને સમાજવાદી પાર્ટીના કાના જાડેજા વચ્‍ચેની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઇ હતી.

જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા સવારથી સાંજે સુધી જાતે કુતિયાણામાં રહ્યા હતા અને પહેલી વખત એવું જોવા મળ્‍યું હતું કે કુતિયાણા શહેરમાં પ્રવેશવા માટેના બન્ને માર્ગ ઉપર ચેક પોસ્‍ટ બનાવવામાં આવી હતી

(1:45 PM IST)