<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th February 2025

ધોરાજી પાલિકામાં કોંગ્રેસ જંગી લીડથી જીતશેઃલલિત વસોયાનો દાવો

ગુજરાતમાં ભાજપનું ૩૦ વર્ષથી શાસન છે અને પાલિકામાં પણ ભાજપનું શાસન હતું પરંતુ ભ્રષ્ટાચારના ફરિયાદના કારણે રાજ્‍ય સરકારે ભાજપ સાથે પાલિકાને સુપરસીડ કરી હતી એ પ્રજા સારી રીતે જાણે છેઃ લલિત વસોયા

(કિશોર રાઠોડ દ્વારા)ધોરાજી તા.૧૭:  ગુજરાતમાં ભાજપનું ૩૦ વર્ષથી શાસન છે અને ધોરાજી નગરપાલિકા માં પણ ભાજપનું શાસન હતું પરંતુ ભ્રષ્ટાચારના ફરિયાદના કારણે રાજ્‍ય સરકારે ભાજપ સાથે નગરપાલિકાને સુપરસીડ કરી હતી એ પ્રજા સારી રીતે જાણે છે.

ધોરાજીના પૂર્વ ધારાસભ્‍ય અને રાજકોટ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ લલિત વસોયાએ પોતાનો સોશિયલ મીડિયામાં વિડિયો મૂકીને જણાવેલ કે ધોરાજી નગરપાલિકાની ચૂંટણી ચાલી રહી છે ત્‍યારે મારે પ્રજાને એટલું કહેવું છે કે ગુજરાતમાં ભાજપનું શાસન છેલ્લા ૩૦ વર્ષથી ચાલી રહ્યું છે અને ધોરાજી નગરપાલિકામાં પણ ૨૦૧૨ થી ૨૦૧૭ ભાજપ નું શાસન ચાલતું હતું ત્‍યારે ભાજપના જ મોટી ઉંમરના આગેવાનોએ ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો હતો અને ભાજપના જ આગેવાનો ભ્રષ્ટાચાર નગરપાલિકામાં કરી રહ્યા હોય તેવું જાહેરમાં ભારે ચર્ચાઓ અને રાજ્‍ય સરકાર સુધી આ ચર્ચાનો મુદ્દો ઉપડ્‍યો હતો અને જે તે સમયે રાજ્‍ય સરકારે અયોગ્‍ય વહીવટ અને ભ્રષ્ટાચાર બાબતની ફરિયાદ પહોંચતા ધોરાજી નગરપાલિકા ને ભાજપ સરકારે જ સુપરસીડ કરી હતી તે પ્રજા સારી રીતે જાણી રહી છે બાદ ભાજપના જ આગેવાનોએ વહીવટદારનું શાસન મુકાવ્‍યું હતું આ તમામ વાત ધોરાજીની જનતા સારી રીતે જાણી રહી છે અને એનો જ વિજય અમારે કોંગ્રેસને થવાનો છે

લલીતભાઈ વસોયા એ વધુમાં જણાવેલ કે આજે ધોરાજી નગરપાલિકાની ચૂંટણી અને મતદાનના સમયમાં પ્રજાનો વિશ્વાસ અમારી જોડે કામ કરી રહ્યો છે અને જંગી લીડ થી ધોરાજી નગરપાલિકા કોંગ્રેસ વિજય થવાની છે ત્‍યારે હું ધોરાજીની જનતાનો અને ભાઈ તથા બહેનો મતદારોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું.

(2:03 PM IST)