<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th February 2025

ધોરાજી પાલિકાના વોર્ડ નં ૮ ના આમ આદમી પાર્ટીના ઉમેદવાર અજયભાઈ કંડોળિયાના પિતાનું મતદાન દેવા જતા હૃદય રોગના હુમલાથી મૃત્‍યુ

ચાલુ મતદાન સમયમાં દુઃખદ ઘટના બનતા આમ આદમી પાર્ટીમાં તેમજ ઉમેદવાર અજયભાઈ કંડોલીયા પરિવારમાં ભારે શોક છવાયો

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી તા.૧૭: ધોરાજી નગરપાલિકાના વોર્ડ નંબર ૮ ના આમ આદમી પાર્ટીના ઉમેદવાર અજયભાઈ કંડોળિયાના પિતાનું મતદાન દેવા જતા હૃદય રોગનો હુમલો આવતા અવસાન પામ્‍યા છે.

ધોરાજી નગરપાલિકાના વોર્ડ નંબર ૮ ના આમ આદમી પાર્ટીના ઉમેદવાર; અજયભાઈ હરસુખભાઈ  કંડોલિયા ના પિતા શ્રી હરસુખભાઈ કંડોલીયા વોર્ડ નંબર આઠમાં મતદાન દેવા જતા હતા ત્‍યારે અચાનક હૃદય રોગનો હુમલો આવતા  તાત્‍કાલિક ધોરાજી સરકારી હોસ્‍પિટલ ખાતે ખસેડીયા હતા જ્‍યાં તબીબો એ મળત જાહેર કર્યા હતા

ચાલુ મતદાન સમયમાં દુઃખદ ઘટના બનતા આમ આદમી પાર્ટીમાં તેમજ ઉમેદવાર અજય ભાઈ કંડોલીયા પરિવારમાં ભારે શોક છવાયો હતો

(2:06 PM IST)