<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th February 2025

ધોરાજી નગરપાલીકાનું ૫૧.૩૩ ટકા મતદાનઃ ૮૫ બુથમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન

કુલ ૬૮૩૫૬ મતદારોમાંથી ૩૫૦૮૫ મતદારોએ મતદાન કયુઁ: મતદારોમા ઉત્‍સાહ જોવા ન મળ્‍યો

(કિશોર રાઠોડ દ્વારા)ધોરાજી તા.૧૭:  ધોરાજી નગરપાલીકા માટે આજે મતદાન યોજાયું હતું. જેમાં  ૬૮૩૫૬/- જેટલાં કુલસ્ત્રી પુરુષ મતદાર પૈકી ૩૫૦૮૫ જેટલા નાગરિકો એ મતદાન કર્યુ હતું.

ધોરાજી નગરપાલિકાનાં ૩૬ ઉમેદવારો માટે યોજાયેલ ચૂટણી માં સાંજે પાંચ વાગ્‍યા સુધીમાં ૪૭ % જેવુ મતદાન થયું હતું. સાંજ ના ૬ વાગ્‍યા સુધીમાં મતદારોના નીરસ માહોલ વચ્‍ચે ૫૧.૩૩ % ટકા જેવુ મતદાન થયું છે

  નગરપાલીકાની સ્‍થાનીક સ્‍વરાજની ચૂંટણીમાં સામાન્‍ય રીતે ઉત્‍સાહ દેખાતો હોય ત્‍યારે ધોરાજીની જનતામાં ઉત્‍સાહ નો અભાવ જોવા મળ્‍યો હતો.

બીજી તરફ કાર્યકર્તાઓ મતદારોને મતદાન મથકો સૂધી પોહચડવા એડી ચોટીનું જોર લગાવતા નજરે પડ્‍યા હતા.

ધોરાજી શહેરનાં તમામ ૯ વોર્ડ માં શાંતિપૂર્ણ રીતે મતદાન થયું હતું. કુલ ૮૫ બૂથ પર મતદાન યોજાયું હતું

મતદાન સમયે વળદ્ધોએ પણ મતદાન કર્યું હતું

સમગ્ર રાજકોટ જિલ્લામાં સેનસેટિવ ગણાતા ધોરાજીમાં મતદાન સમયે કાયદો અને વ્‍યવસ્‍થા પથરે નહીં તે માટે રાજકોટ જિલ્લા પોલીસ વડાએ પણ ધોરાજીમાં ધામા નાખ્‍યા હતા. તેમજ એસઓજી એલસીબી પોલીસ અને સ્‍થાનિક પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર રવિ ગોધમ પીએસઆઇ ગોહિલ તેમજ તાલુકા પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર ગોહિલ વિગેરે સ્‍ટાફ દ્વારા રાઉન્‍ડ ધ ક્‍લોક સધન પોલીસ બંદોબસ્‍ત રાખવામાં આવ્‍યો હતો અને કોઈપણ જગ્‍યાએ અનિચ્‍છનીય બનાવ બન્‍યો ન હતો બિલકુલ શાંતિપૂર્ણ મતદાન પૂર્ણ થયું હતું.

(1:55 PM IST)