<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th February 2025

સાવરકુંડલા નગરપાલિકા વોર્ડ નં.૩માં ૪૭૦ મતે ભાજપનો વિજય

(ઇકબાલ ગોરી-દિપક પાંધી દ્વારા) સાવરકુંડલા તા. ૧૮ :.. સવારકુંડલા પાલિકા વોર્ડ નં. ૩ ની ચૂંટણીમાં ૪૭૦ મતે ભાજપનો વિજય થયો છે.

સાવરકુંડલા નગરપાલિકા વોર્ડ નં. ૩ ની પેટા ચૂંટણીના પરિણામમાં ભાજપના ઉમેદવાર ગૌતમ સાવજ ને ૧૬ર૦ અને કોંગ્રેસના ઉમેદવાર રમેશભાઇ જયાણીને ૧૧પ૦ મતો મળેલ અને નોટોમાં પ૦ મત પડેલ એમ ભાજપ ઉમેદવારનો ગૌતમ સાવજનો ૪૭૦ વિજય થયેલ છે.

સાવરકુંડલા નગરપાલિકાની વોર્ડ નંબર ત્રણ ખાલી પડેલી એક બેઠક માટે ની પેટા ચૂંટણી તા.૧૬૨/ ના રોજ યોજાયેલી  જેમા ૨૮૧૭ નુ મતદાન થયું હતું જેનું આજે સવારે ઙ્કાંત કચેરી ખાતે મત ગણતરી બાદ પરિણામ જાહેર થતાં ભાજપના ઉમેદવાર ગૌતમભાઈ સાવજ ને ૧૬૨૦ મત, કોંગ્રેસના ઉમેદવાર રમેશભાઈ જ્‍યાણીને ૧૧૫૦ મત અને નોટા માં ૪૭  પડયા હતા તેથી  ભાજપના ઉમેદવાર ગૌતમભાઈ સાવજ ૪૭૦ મતની જંગી લીડ થી વિજેતા જાહેર થયા છે ગૌતમ સાવજ યુવાન , શિક્ષિત અને વ્‍યવસાયે એડવોકેટ હોય સમગ્ર શહેરમાંથી તેમની જીત ને લોકો વધાવી રહ્યા છે. ગૌતમ સાવજ ની જીત સાથે જ નગરપાલિકાના વર્તમાન  ૩૬ સભ્‍ય ના બોર્ડમાં ભારતીય જનતા પક્ષના ૩૦ સભ્‍યો  થઈ જવા પામ્‍યા છે. ગૌતમ સાવજ ની જીત ને ધારાસભ્‍ય શ્રી મહેશભાઈ કસવાળા, નગરપાલીકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, ઉપપ્રમુખ પ્રતીકભાઇ નાકરાણી, ચેરમેન અશોકભાઈ ચૌહાણ, જિલ્લા ભાજપ ઉપાધ્‍યક્ષ શરદભાઈ પંડ્‍યા, શહેર ભાજપ ના પુર્વ પ્રમુખ પ્રવીણભાઈ સાવજ, મહામંત્રી રાજેશ નાગ્રેચા, વિજયસિંહ વાઘેલા સહિત ભા જ પ નાં કાર્યકરોએ અભિનંદન પાઠવ્‍યા હતા.

(12:59 PM IST)