News of Tuesday, 18th February 2025
ધોરાજી ઉપલેટા ભાયાવદરમાં ભાજપનો ભગવો લહેરાયોઃ ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયાએ વિજય નાદ સાથે ઉત્સવ ઉજવ્યો

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી, તા.૧૮: રાજકોટ જિલ્લાની કુલ પાંચ નગરપાલિકાની મત ગણતરી ચાલી રહી છે
ત્યારે ધોરાજી વિસ્તારના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયા એ પોતાના નિવેદનમાં વિજય વ્યક્ત કરતા જણાવેલું કે મારા મતવિસ્તાર ધોરાજી ઉપલેટા અને ભાયાવદર નગરપાલિકાની ચૂંટણીમાં આજે મતગણતરી ચાલી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જંગી લિડ થી વિજય થઈ રહ્યા છે અને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી છે
ત્યારે ધોરાજી ઉપલેટા અને ભાયાવદરમાં પણ ભારતીય જનતા પાર્ટીનું નગરપાલિકામાં શાસન આવી રહ્યું છે તેનો મને અને મારા કાર્યકર્તાનો વિજય છે હું મારા મતદારોને અભિનંદન પાઠવું છું તેમજ કાર્યકર્તાઓને આભાર માનું છું.
(4:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
