<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th February 2025

કચ્‍છની રાપર અને ભચાઉ પાલિકામાં ભાજપનો જયજયકાર

રાપર પાલિકામાં ફરી ભાજપનું શાસનઃ ભચાઉમાં અગાઉ રર બેઠકોમાં ભાજપના ઉમેદવાર બિનહરીફ થયા હતા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૧૮: રાપર પાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે. પાલિકાની ૨૧ બેઠક પર ભાજપના ઉમેદવાર વિજેતા થયા છે. ફરીવાર રાપર પાલિકામાં ભાજપનું શાસન આવ્‍યું છે. કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્‍યો છે. કોંગ્રેસને માત્ર ૭ બેઠક મળી છે. ભાજપના કાર્યકરોમાં ઉત્‍સાહનો માહોલ છે.

ભાજપના કાર્યકરોએ ઢોલ નગારા સાથે વિજય ઉત્‍સવની ઉજવણી કરી હતી. ભાજપ નેતા કુલદીપસિંહ જાડેજાએ  મતદારોનો આભાર માન્‍યો હતો. રાપર શહેરનો વધુ વિકાસ થાય તેવા પ્રયાસો કરવામાં આવશે. હાર માટે અમે જવાબદાર તેમ ભચુ આરેઠીયા કોંગ્રેસ નેતાએ જણાવ્‍યું છે. ભચાઉ પાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે. ભચાઉની તમામ ૨૮ બેઠકો પર ભાજપનો વિજય, અગાઉ ૨૨ બેઠકો પર ભાજપના ઉમેદવાર બિન હરીફ  વિજેતા થયા બાદ વધુ ૬ બેઠક પર ભાજપની જીત, કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્‍યો છે. ભચાઉ પાલિકામાં કોંગ્રેસ ખાતું પણ ખોલાવી શકી નથી. ભાજપમાં ઉત્‍સાહનો માહોલ છે.

(4:06 PM IST)