<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th February 2025

જેતપુર નવાગઢ નગરપાલિકામાં ફરી ભગવો લહેરાયો

બહુમતીથી સત્તા હાંસલ કરીને કોંગ્રેસનો રકાસ : ૩ર બેઠકો ઉપર ભાજપનો જયેશ રાદડીયાની આગેવાનીમાં ઝળહળતો વિજય

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા. ૧૮: સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણીમાં આજરોજ જેતપુર નવાગઢ નગરપાલિકા ની ૪૪ સીટ ની મતગણતરી હોય જેમાં કુલ ૧૪૦ ઉમેદવારો મેદાનમાં હતા આજ રોજ સવારે ૮:૩૦ કલાકે સેન્‍ટ ફ્રાન્‍સિસ સ્‍કૂલ ખાતે મત ગણતરી શરૂ કરવામાં આવેલ જેમાં કુલ ૪૪ બેઠકોમાંથી ૩૨ બેઠકો ઉપર ભાજપે જવલંત વિજય મેળવેલ છે સાથે સાથે અપક્ષ ૧૧ અને કોંગ્રેસે એક સીટ ઉપર ખાતું ખોલાવેલ છે આમ કુલ ૪૪ બેઠકોમાંથી ૩૨ બેઠકો ભાજપે કબજે કરી નગરપાલિકામાં ફરી ભગવો લહેરાયો છે જોકે અપક્ષ માંથી મોટાભાગના અપક્ષોએ જયેશભાઈના હાથે ખેસ પહેરી ભાજપમાં જોડાયા છે તો વોર્ડ નંબર ૧૦ માં હિતેશભાઈ રામાણી એ પહેલાથી જ ભાજપને સમર્થન આપી દીધેલ આમ ચૂંટણીની રસાકસીનો અંત આવતા આજરોજ ભાજપનો ભવ્‍ય વિજય થયેલ છે.  મત ગણતરીની કામગીરી શાંતિપૂર્ણ થાય તે માટે પોલીસનો ચુસ્‍ત બંદોબસ્‍ત રહેલ આ બંદોબસ્‍ત માટે એસ.પી.એ મત ગણતરી સ્‍થળની મુલાકાત લીધેલ. સીટીપીઆઈ એ ડી પરમાર તેમજ તાલુકા પીઆઇ અજયસિંહ હેરમાં એ સ્‍ટાફ સાથે ચુસ્‍ત બંદોબસ્‍ત ગોઠવેલ હતો. મત ગણતરી શરૂ થતા જ લોકોના ટોળેટોળા ઉમટી પડ્‍યા હતા. જીતેલ દરેક ઉમેદવારોને શુભેચ્‍છા પાઠવવા ધારાસભ્‍ય જયેશભાઈ રાદડિયા સ્‍થળ ઉપર ઉપસ્‍થિત રહેલ આ ઉપરાંત શહેરના રાજકીય આગેવાનો પણ હાજર રહ્યા હતા

(4:57 PM IST)