તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Tuesday, 18th February 2025
અમરેલી પાલિકાની પેટા ચુંટણીમાં એક બેઠક ભાજપને એક કોંગ્રેસને ફાળે

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા. ૧૮: અમરેલી નગરપાલિકાના વોર્ડ નં. (પ) અને (૭) ની પેટા ચુંટણીમાં મતદાન અંતે આજે મતગણતરી કરાતા વોર્ડ નં. (પ) માં ભાજપના ઉમેદવાર કોમલબેન સંજયભાઇ રામાણી નો પ૬૪ મતથી વિજય થયો છે ત્યારે વોર્ડ નં. (૭) ના ઉમેદવાર કોંગ્રેસના માધવીબેન રાજનભાઇ જાની નો વિજય થયો હતો. આમ શહેરના બે વોર્ડની ચુંટણીમાં એક વોર્ડમાં ભાજપ અને એક વોર્ડમાં કોંગ્રેસને બેઠક મળી હતી મતદારોએ ભાજપ અને કોંગ્રેસ બન્નેને રાજી રાખીયા હતા.
(4:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
