News of Tuesday, 18th February 2025
વાંકાનેર નગરપાલિકાના ચૂંટણી પરિણામ બાદ મારામારી
ભાજપના ઉમેદવારો વિજેતા થતા આપના ઉમેદવારની દુકાન પાસે ફટાકડા ફોડવા મામલે થઈ માથાકૂટ

મોરબી જિલ્લાના વાંકાનેર નગરપાલિકાના ચૂંટણી પરિણામ બાદ મારામારીનો બનાવ બન્યો છે. વિજેતા ઉમેદવારો દ્વારા એક દુકાન પાસે ફટાકડા ફોડતા મારામારી થવા પામી હતી.
વાંકાનેર નગરપાલિકાના વોર્ડ 6ના બંને પક્ષોના સમર્થકો સામસામે આવ્યા હતા. ભાજપના ઉમેદવારો વિજેતા થતા આપના ઉમેદવારની દુકાન પાસે ફટાકડા ફોડવા મામલે થઈ માથાકૂટ. પોલીસે સ્થળ પર પહોંચી મામલો થાળે પાડ્યો હતો.
(7:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
