<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th February 2025

ધોરાજી નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો :પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાના ગઢમાં ગાબડું

કુલ 9 વોર્ડની 36 બેઠકોમાંથી 24 બેઠક પર ભાજપનો વિજય અને 12 બેઠકો પર કોંગ્રેસની જીત : ગત ટર્મમાં હતું કોંગ્રેસની શાસન

ધોરાજી નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે. 9 વોર્ડની 36 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. કુલ 36 માંથી 24 બેઠક પર ભાજપનો વિજય થયો છે. બાર બેઠકો પર કોંગ્રેસનો વિજય થયો છે. ગત ટર્મ માં ધોરાજી નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન હતું. ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાના ગઢમાં  ગાબડું પડ્યુ છે. ભાજપે 24 બેઠકો પર જીત મેળવી અને નગરપાલિકામાં સ્પષ્ટ બહુમતી મેળવી છે.

 


 

(7:22 PM IST)