<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th February 2025

મહુવામાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ: ભવાની નગરમાં દરોડો :1 કરોડનો વિદેશી દારૂ સાથે 4 આરોપી ઝડપાયા

આઇસર ટ્રક, ફોરવ્હીલ અને મોટરસાઇકલ સહિતના વાહનો પણ જપ્ત મહુવા એએસપી અંશુલ જૈન અને પીઆઈ ભરવાડની આગેવાનીમાં પોલીસ કાફલાએ દરોડો પાડ્યો

મહુવા શહેરના ભવાની નગર વિસ્તારમાં પોલીસે મોડી રાત્રે દરોડો પાડીને મોટી કામગીરી અંજામ આપી છે. ચોક્કસ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરતા એક કરોડ રૂપિયાથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે..

મહુવા એએસપી અંશુલ જૈન અને પીઆઈ ભરવાડની આગેવાનીમાં પોલીસ કાફલાએ ભવાની નગરમાં દરોડો પાડ્યો હતો. આ દરમિયાન દારૂની હેરાફેરી અને કટિંગની પ્રવૃત્તિ ચાલી રહી હતી. પોલીસની કાર્યવાહીથી બૂટલેગરોમાં ફફડાટ ફેલાયો હતો.

 

પોલીસે ઘટનાસ્થળેથી ચાર આરોપીઓની ધરપકડ કરી છે. સાથે જ આઇસર ટ્રક, ફોરવ્હીલ અને મોટરસાઇકલ સહિતના વાહનો પણ જપ્ત કર્યા છે. શહેર પોલીસે પ્રથમ વખત આટલો મોટો દારૂનો જથ્થો પકડ્યો હોવાનું જાણવા મળ્યું છે.

આ સફળ કામગીરીથી વિસ્તારમાં ચાલતી દારૂની હેરાફેરી અને ગેરકાયદે પ્રવૃત્તિઓ પર અંકુશ લાગશે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

 

(11:14 PM IST)