<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th February 2025

કાશ્‍મિર પર આજે વધુ એક મજબુત વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સનું આગમન

જેના પ્રભાવે આજે ગુજરાત પર વાદળો છવાશે

(મહમદ રાઠોડ દ્વા) વાંકાનેર તા. ૧૯:  રાત્રે શિયાળો-દિવસે ઉનાળો હજુ ફેબ્રુઆરી ના અંત સુધી આવુ મિકસ મસાલા અર્થાત મિશ્રઋતુંનું વાતાવરણ વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સના સિલસીલાને કારણે યથાવત રહેનાર છે. જમ્‍મુ કાશ્‍મિર લેહ-લદ્‌ાખ પરથી જયારે પણ મજબુત વેર્સ્‍ટન ડિસ્‍ટર્બન્‍સ પસાર થશે ત્‍યારે ગુજરાતમાં ઉનાળાની અનુભૂતિ કરાવતી ગરમી એકાએક વધતી અનુભવાશે. પણ એ ડબલ્‍યુ ડી જેવું ત્‍યાંથી પૂર્વોતર રાજયો તરફ જશે કે ગરમી ઘટેને જાણે કે શિયાળો વળી પાછો આવી ગયો કે શું? તેવી અનૂભૂતિ કરાવશ.

હાલ નવા મજબૂત ડબલ્‍યુ ડી ના આગમન થી તેના પ્રભાવ ને પગલે આજે ગુજરાત પર વાદળો છવાશે. ઉતરના અન્‍ય રાજયોમાં વરસાદ વરસાવશે કદાચ આવતી કાલથી તપામાનમાં ઘટાડો આંશિક સ્‍વરૂપે જોવા મળશે. સ્‍કાયમેટના વીપી મહેશ પલાવત અનુસાર આજથી ગુજરાતનું તાપમાન થોડું ઘટવા માંડશે. ૧૯ થી ૨૧ સુધી ગુજરાત પર ઉતરના પવનો વહેતા થશે જેથી તાપમાન ત્રણથી ચાર ડીગ્રી ઘટવાની સંભાવના રહે છે.

(11:56 AM IST)